તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બોટાદ જિલ્લાના 8થી 13 વર્ષના બાળકો માટે પ્રજાસતાક ‘ચિત્ર સ્પર્ધા’માં અરજી કરી શકશે

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બોટાદના જિલ્લા યુવા વિકાસ અધિકારી બોટાદ સંચાલિત “૨૬, જાન્યુઆરી પ્રજાસતાક દિન” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. સ્પર્ધામાં ૮થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. હાલ કોવિડ-૧૯ મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ A-4 સાઇઝના ડ્રોઈંગ પેપરમાં પોતાની કૃતિ ઘરે તૈયાર કરી તેને માઉનટિંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, જિલ્લા સેવા સદન, As/13, ખસ રોડ, બોટાદ ખાતે ૧૫/૦૧/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. બોટાદ જિલ્લામાથી પ્રથમ ત્રણ ચિત્રની પસંદગી કરી રાજ્યકક્ષાએ તેને મોકલી આપવામાં આવશે. ચિત્રની પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, E-mail ID વગેરે જેવી બાબતનો ઉલ્લેખ કરવાનો રહેશે. ચિત્રની સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. તેમજ બહેધરી પત્રક આપવાનું રહેશે.તેવું બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો