તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બોટાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ફુટ પેટ્રોલિંગ કરાયું

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ રૂબરૂ દર્શનનો લાભ મળશે નહીં

બોટાદ શહેરમાં ભગવાનશ્રી જગન્નાથજી મહારાજની આજે અષાઢીબીજ નિમીતે રથયાત્રા નીકળવાની છે જેને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતીપુર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળે તે માટે તા. 11/7/21ના રોજ બોટાદ ખાતે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નાયબ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ નકુમની સૂચના તેમજ એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.કે.પ્રજાપતિ, પી.એસ.આઇ. એચ.એલ.જોષી, પી.એસ.આઇ. એ.જે.પંડ્યા તથા પોલીસ સ્ટાફ દ્રારા બોટાદ શહેરમાં ગીરનારી આશ્રમથી નીકળનાર અને મંગળીયા હનુમાન સુધીના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ.

બોટાદ શહેર રથયાત્રા સમિતિ દ્રારા હાલમાં કોરોના વાયરસની મહામારીના લીધે ભગવાન જગન્નાથજીના લોકોને રૂબરૂ દર્શન બંધ રાખવામાં આવ્યા છે અને ઘરે બેઠા જ સોશિયલ મિડીયા તથા લાઈવ પ્રસારણ, યુ ટ્યુબ મારફત લાઈવ દર્શનનો લહાવો લેવા અપિલ કરવામાં આવી હતી. નગરચર્યા દરમ્યાન પ્રસાદ વિતરણ બંધ રાખવામાં આવ્યો છે. તેમજ લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં એકત્ર ન થવા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...