ધરપકડ:બોટાદના તુરખા ગામે દલિત યુવક પર ફાયરિંગના 7 પૈકી 5 આરોપી ઝડપાયા

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના મનદુ:ખની દાઝ રાખી ઘરે જઇ યુવક પર ફાયરિંગ કરાયુ હતું

બોટાદ તાલુકાના તુરખા ગામે તા. 25/6/21ના રોજ જુની અદાવતની દાઝ રાખી દલિત યુવક પર ફાયરિંગ કરતા દલિત યુવક દીક્ષિત પરમારને લોહીલુહાણ હાલતે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા 7 આરોપીઓમાંથી 5 આરોપીને બોટાદ પોલીસે ઝડપી પાડી ફરાર બે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

આ બનાવ અંગે પાળીયાદ પોલીસ સ્ટેશનમા ઇજાગ્રસ્ત ના પિતા હીરાભાઈ નારાયણભાઈ પરમાર દ્વારા ફરીયાદ નોંધવામાં આવી હતી કે અગાઉ તેમના પુત્ર દીક્ષિત પરમારને આરોપી સાથે બોલાચાલી થઇ હતી. જેની દાઝ રાખી તા.25/6/21ના રોજ પોતાના ઘરે હતા ત્યારે આરોપી દેવેન્દ્રભાઈ ઉર્ફ ડેડૂ બોરીચા કાઠી દરબાર, રાજુભાઈ ઉર્ફે બહારવડીયો કનુભાઈ ભોજક, જયરાજ મનુભાઈ ચાવડા, રાજુ ઉર્ફે જોન્ટી મનુભાઈ ભોજક, દિલીપભાઈ પ્રતાપભાઈ ખાચર, ભગીરથભાઈ ફૂલભાઈ ધાધલ, અને છત્રપાલભાઈ ઉર્વેશ સતું સુરેશભાઈ બસિયા, દ્વારા ફરિયાદીના ઘરે આવી બહાર કાઢી બેફામ માર મારી પોતાના કબજામાં રહેલા પિસ્તોલ વડે ફાયરિંગ કરી હીરાભાઇ પરમારના પુત્ર દીક્ષિત હીરાભાઈ પરમારને ઈજા પહોંચાડી હતી. આજુબાજુના લોકો આવી જતા આરોપીઓ ત્યાથી નાસી ગયા હતા.

તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉની દાઝ રાખી ફરિયાદીના પુત્ર ઉપર આડેધડ રીતે ફાયરિંગ કરવા બાબતે તમામ આરોપીઓ વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવ્યો હતો . આ બનાવના આરોપીને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તજવીજ હાથ ધરી હતી જે બાબતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ઝરીયાના બીડ માથી પાંચ આરોપીઓને દબોચી લીધા હતા અને પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...