તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રોડ ક્રોસ કરવા બાબતે માથાકૂટની દાઝ રાખી દલિત યુવક પર ફાયરિંગ

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદના તુરખા ગામે જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ
  • 3 યુવાનો સમાધાન માટે ગયા હતા પરંતુ સમાધાનની ના પાડતાં યુવક પર ગોળીબાર, પાળિયાદ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો

બોટાદ તાલુકાના તુરખા ગામે રોડ ક્રોસ કરવા જેવી નજીવી બાબતે થયેલી માથાકુટની અદાવતની દાઝ રાખી દલિત યુવક ઉપર ફાયરીંગ કરતા ચકચાર મચી ગઇ હતી. ફાયરીંગથી યુવકને પેટ, પગ અને હાથમાં ઇજાઓ પહોચતા ગંભીર હાલતે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બોટાદ તાલુકાના તુરખા ગામે તા. 21/6/21ને ભીમ અગીયારસના દિવસે ગામના ગેટ પાસે દીલીપભાઇ પ્રતાપભાઇ ખાચર, ભગીરથભાઇ ફુલભાઇ ધાધલ અને છત્રપાલભાઇ ઉર્ફે સતુભાઇ સુરેશભાઇ બશીયા ત્રણેય લોકો બાઇક લઇને રોડ ક્રોસ કરતા હતા.

તે દરમિયાન હસમુખભાઇ મેઘાભાઇ પરમાર સાથે રોડ ક્રોસ કરવા બાબતે માથકુટ થઇ હતી. જે બાબતે સમાધાન માટે હસમુખભાઇ પરમાર અને દિક્ષિત હિરાભાઇ પરમાર ઝરીયા ગામે ગયા હતા ત્યા આ બંને દલિત યુવકોને માર મારી મારી નાખવાની ધમકી આપી સમાધાન કરવાની ના પાડી હતી.

ત્યારબાદ તા.24/5/21ના રોજ સાંજે 8.00 કલાકે દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ બોરીચા રહે. સુદામડા તા.સાયલા, રાજુ ઉર્ફે બહારવડીયો કનુભાઇ ભોજક રહે. ઝરીયા અને જયરાજ મનુભાઇ ચાવડા રહે. આંકડીયા તા.વિછિયા બાઇક લઇ દિક્ષિત હિરાભાઇ પરમારના ઘરે જઇ દિક્ષિતભાઇના પરિવારજનોને ધમકી આપી દેવેન્દ્ર બોરીચાએ પાસે રહેલી ગનમાથી દિક્ષિતભાઇ પરમાર પર પેટમાં અને પગના ભાગમા ફાયરીંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ ફાયરીંગથી દિક્ષિતભાઇને ઇજા પહોચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. બનાવ અંગે ઇજાગૃસ્ત દિક્ષિતભાઇના પિતા હિરાભાઇ નારણભાઇ પરમારે પાળીયાદ પોલીસમાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ ડી.વાય.એસ.પી. રાજદિપસિંહ નકુમ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...