દુર્ઘટના:રાણપુરના સરકારી ગોડાઉનમાં આગ, 1219 કિલો અખાદ્ય ચણા અને 3.50 લાખ બારદાન ખાખ થયાં

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં અનાજનો જથ્થો બળી ગયો હતો. - Divya Bhaskar
સરકારી ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં અનાજનો જથ્થો બળી ગયો હતો.
  • અગમ્યકારણથી લાગેલી આગ મોડી રાત સુધી કાબુમાં ન આવી

રાણપુરમાં ગીરનારી આશ્રમ પાસે આવેલા સરકારી પુરવઠાના ગોડાઉનમાં બપોરના સમયે કોઇ કારણસર આગ લાગતા ગોડાઉનમાં રાખેલો 1219 કિલો અખાધ્યચણાનો જથ્થો અને 3.5 લાખ ખાલી બારદાન બળી જતા લાખો રૂપિયાનંુ નુકસાન થયુ છે. રાણપુરમાં ગીરનારી આશ્રમ પાસે આવેલા સરકારી પુરવઠાના ગોડાઉનમાં મંગળવારના રોજ બપોરના 12.30 કલાકે કોઇ કારણોસર આગ લાગત ગોડાઉનમાં રાખેલો 1219 કિલો અખાધ્ય ચણા અને 3.5 લાખ ખાલી કંતાનના બારદાન બળીને ખાખ થઇ ગયા હતા.

આ બનાવની જાણ બોટાદ ફાયરબ્રીગેડને થતા ફાયરબ્રીગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ બપોરના 12.30 કલાકે લાગેલી આગ રાત્રીના 9.00 કલાક સુધી કાબુમાં આવી ન હતી. આ અંગે બોટાદ જીલ્લા ડી.એસ.એમ. જયેશભાઇ સોનાગરાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...