સાળંગપુર બીએપીએસ મંદિર દ્વારા ઉજવાશે પાંચ વર્ષ બાદ પુષ્પદોલોત્સવ નો કાર્યક્રમ હજારો ભાવિક ભક્તોની હાજરીમાં મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ ઉત્સવનું હરિભક્તો લેશે લાભ પાંચ વર્ષ બાદ ઉજવાતા પુષ્પ દોલત્સવ લઈ હરિભક્તોમાં અનેરો આનંદ અને ખુશી જોવા મળી.
સાળંગપુર બી.એ.પી.એસ મંદિર દ્વારા ધૂળેટી પર્વ નિમિત્તે પુષ્પ દોલત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. પહેલા બી.એ.પી.એસ મંદિર ખાતે પ્રમુખસ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય પુષ્પ દોલત્સવના કાર્યક્રમોનું આયોજન થતું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આશરે 200 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે પુષ્પ દોલત્સવના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના બી.એ.પી.એસ ખાતેના તમામ મંદિરોમાં પુષ્પ દોલત્સવના કાર્યક્રમમાં ઉત્સાહભેર હરિભક્તો આ ઉત્સવનો લાભ લેતા હોય છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામનું બી.એ.પી.એસ મંદિર કે જ્યાં પાંચ વર્ષ બાદ પુષ્પ દોલત્સવ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. જે કાર્યક્રમને લઈ સંતો દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 7 માર્ચના રોજ સાંજે પાંચ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ સંસ્થાના વડા મહંત સ્વામી ખાસ હાજર રહેશે.
દેશ અને વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પુષ્પ દોલત્સવના આ ઉત્સવમાં મહંત સ્વામીની ઉપસ્થિતિમાં તેમજ અન્ય સંતોની હાજરી વચ્ચે પ્રેરણાદાયક પ્રવચન સાથે પુષ્પ દોલત્સવ ઉત્સવમાં હર્ષભેર ભાગ લેશે. જેનો હરિભક્તોમાં પણ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બીએપીએસ મંદિર પ્રશાસન દ્વારા પણ પુષ્પ દોલત્સવને લઈ આવનાર તમામ હરિભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.