હાલ અન્ય રાજ્યોમાથી પણ ડુંગળીની આવક રાજ્યમાં થતી હોઇ ભાવમાં ચઢાવ ઉતાર આવે છે. જેથી બોટાદ જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ ધીરજ રાખવા તથા સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા બોટાદના નાયબ બાગાયત નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંગ્રહ અંગેની વિવિધ પધ્ધતિઓમાં દેશી પધ્ધતીઓ ઉપરાંત મેડા પધ્ધતિ કે જેમાં બાગાયત ખાતા મારફત સહાય પણ આપવામાં આવે છે. મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકો તેમજ બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ વસાવવા પણ સહાય આપવામાં આવે છે.
વિવિધ યોજનાઓ અને સહાયના ધોરણમાં લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર (ક્ષમતા 25 મે.ટન) 50 ટકા લેખે રૂ.87,500/- ની સહાય, કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે 5000 મે.ટન સુધી પ્રોજેક્ટ ખર્ચના 35 ટકા (મહત્તમ રૂ.2800/- પ્રતિ મે.ટન ) ની સહાય અને બગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય જેમાં ખર્ચના 75 ટકા અથવા 1 લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર છે. તો ડુંગળી પકવતા ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમજ વધુ મહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી,એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન,ખસ રોડ, બોટાદ, ફોન નં – (૦૨૮૪૯) ૨૭૧૩૨૧ ઉપર સંપર્ક સાધવા બોટાદના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.