સુવિધા:બોટાદમાં ખેડૂતો આઇ-ખેડુત પોર્ટલ દ્વારા બાગાયતી યોજનાઓનો લાભ લઇ શકશે

બોટાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતો માટે નાણાંકીય વર્ષ 2022 23 માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે ફળપાક વાવેતર, સરગવાની ખેતી, પપૈયા, કેળ (ટિસ્યુ.), ખારેક ટિસ્યુ., હાઇબ્રીડ બિયારણ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, કાચા-અર્ધપાકા-પાકા ટેકા મંડપ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, પેકીંગ મટીરીયલ, ઔષધિય પાકો, અન્ય સુગંધિત પાકો, ફુલ પાકો, મસાલા પાકો, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ), ટ્રેક્ટર, ટ્રેક્ટર માઉંટેડ સ્પેયર, પાવર ટિલર, સ્વયંમ સંચાલિત બાગાયતીમશીનરી, ડુંગળી માટે મેડા ૨૫ મે.ટન શુધી,પેક હાઉસ તેમજ અન્ય વિવિધ બાગાયતી યોજનાઓમાં સામાન્ય તેમજ અનુ. જાતિના ખેડુતભાઇઓને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.

જેથી આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ઇ-ધરા કેન્દ્ર, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે. હાલમાં આ વેબપોર્ટલ તા.30/4/22 સુધી અરજી કરવા માટે શરૂ કરાયું જે ખેડુતો ભાઇઓએ જે ઘટકમાં સહાય લેવી હોય તેવી એક કે વધુ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...