વિવાદ:હડદડના માર્કેટયાર્ડમાં ચણાનુ ખરીદ કેન્દ્ર બંધ થતા ખેડૂતો ખફા

બોટાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો દ્વારા તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવા માગ

ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી કેન્દ્ર અચાનક બંધ કરી દેવાતા બોટાદ જિલ્લાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવાનું ચાલુ કરવા માંગ કરાઇ છે છે. બોટાદ ના  હડદડ  માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ચણા ની  ટેકાના ભાવે ખરીદી શરુ કરાઈ હતી. જેમાં રાજ્ય સરકાર ના આદેશ અનુસાર ગુજકોમાસોલ દ્વારા ખેડૂતોના ચણા ના સેમ્પલ ચકાશી ખરીદી કરાય છે. જેમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ખેડૂતો ને બોલાવવા આવે છે. અને રોજના  30  ખેડૂતો ને એસ.એમ.એસ. દ્વારા જાણ કરી માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવી ખરીદી શરૂ કરવામાં આવી હતી . પરંતુ  છેલ્લા  ઘણા દિવસથી  ટેકાના ભાવે ખરીદી કરાતા આ કેન્દ્ર  અચાનક બંધ થઇ જતા  ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે.

 લાઠીદડના  ખેડૂત  ભરતભાઈ  ભાવનગરીયાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની જાહેરાત કરેલ. અને તેની નોંધણી કરેલ જેમાં ગુજકો માસોલ ના અધિકારી દ્વારા માલ ની ચકાસણી કરાય છે. અને જેના સુપરવિઝન માં ખરીદ વેચાણ વેચાણ સંઘ રહે છે અને બિલ ખરીદ વેચાણ સંઘ આપે છે. 975ના ભાવે ખરીદી થઈ  છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા 25% ટકા ખરીદી પૂર્ણ થઇ ગઈ છે. હવે આ ખરીદી કરવાની રહેતી નથી.તો જે લોકોએ 5 માર્ચ નાં નોંધણી કરાવેલ છે. એ ખેડૂતનું શું ? આ બાબતે બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ ચણાની ખરીદી શરૂ કરાય તેવી માગ કરી  છે. આ બાબતે ગુજકોમાસોલ ના અધિકારી અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખ નો સંઘના પ્રમુખ નો ટેલીફોનિક સંપર્ક સાધતા  સંપર્ક થઇ શકયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...