ચૂંટણીને લઇ તંત્ર એલર્ટ:બોટાદમાં પોલીસ દ્વારા આચાર સંહિતાની અમલવારી શરૂ; 12 ચેકપોસ્ટ બનાવી ચેકિંગ હાથ ધર્યું

બોટાદએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા સામાન્ય 2022ની ચૂંટણીને લઇ આચાર સહિતના અમલ અંતર્ગત બોટાદ જિલ્લાના અલગ-અલગ સ્થળ પર ચેકપોસ્ટો શરૂ કરાઈ છે. ચેકપોસ્ટ પરથી પસાર થતાં તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પુરાવાના ભાગરૂપે વીડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.

આચાર સંહિતાની અમલવારી
ગુજરાત વિધાનસભા સામાન્ય 2022ની ચૂંટણીને લઇ તારીખ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. જેને લઇ શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત વાતાવરણ સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કાર્ય હાથ ધરાયું છે. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આચાર સંહિતાની અમલવારી અંતર્ગત બોટાદ જિલ્લામાં અલગ અલગ સ્થળ પર 12 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.

સઘનતાપૂર્વક તમામ વાહનોનું ચેકિંગ
ચેકપોસ્ટ પરથી પસાર થતાં તમામ વાહનોનું ચેકિંગ પોલીસ દ્વારા સઘનતાપૂર્વક કરાઈ રહ્યું છે. ચેકિંગ દરમિયાન વાહન ચાલક તેમજ અન્ય કોઈ વ્યક્તિ નશો કરેલ હાલતમાં છે કે કેમ? તેને લઈ બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરાય રહ્યું છે. વાહનમાં કોઈ હથિયાર કે અનઅધિકૃત હેરફેર તેમજ રોકડ રકમ સહિતની કોઈ હીલચાલ તો નથી ને? એ અંગે પણ પોલીસ જાગૃત રહી કાર્ય કરે છે. ​​​​​​​

ચેક પોસ્ટ પર તપાસ હાથ ધરાઈ
બોટાદ જિલ્લા Dy Sp મહર્ષિ રાવલ બોટાદ ટાઉન PI તેમજ પોલીસ કાફલા દ્વારા ચેક પોસ્ટ પર તપાસ કરાઇ રહી છે. કામગીરી તેમજ દરેક વાહનના ચેકિંગ દરમિયાનના વિડીયોગ્રાફ લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા પુરાવાના ભાગરૂપે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...