તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:બોટાદ અને ટાટમ ખાતે યોજાયેલ મેગા રસીકરણ કેમ્પની મુલાકાત લેતા ઉર્જા મંત્રી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હીફલી- બોટાદ પટેલ સમાજની વાડી તેમજ ટાટમ ખાતે યોજાયેલ મેગા રસીકરણ કેમ્પની ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે આજરોજ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મંત્રી સૌરભભાઇ પટેલે જિલ્લાના દરેક નાગરીકોને રસીકરણ અભિયાનમાં સહભાગી બની થઈને વધુમાં વધુ લોકોને કોરોનાની સમયસર રસી લેવા અપીલ કરવામાં આવી હતી, વધુમાં કોરોનાનું નું સંક્રમણ અટકાવવા તકેદારીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા શાકભાજીના છૂટક/ જથ્થાબંધ વિક્રેતા, હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ ઇસમો, પાણીપુરીની લારી ગલ્લાવાળા જેવા સુપર સ્પ્રેડરોએ કોરોનાની અવશ્ય રસી લેવા માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી લલીત નારાયણસિંઘ સાંદુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રંગુનવાલા, પદાધિકારી- અધિકારીઓ સહિત કોરોના રસીકરણમાં સહભાગી શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...