કરણી સેનાની એકતા યાત્રા:બરવાળામાં કરણી સેનાની એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકતા યાત્રામાં ક્ષત્રીય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બરવાળા શહેર ખાતે ક્ષત્રિય એકતા યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બરવાળાના શક્તિ શોપિંગ સેન્ટર ખાતે કરણી સેના આયોજીત એકતા યાત્રા આવી પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રથ અને આગેવાનોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલ શક્તિ શોપિંગ સેન્ટર ખાતે કરણી સેના દ્વારા યોજવામાં આવેલી એકતા યાત્રા તા.10/05/2022 ના રોજ આવી પહોંચી હતી જે યાત્રા કચ્છના આશાપુરા ધામ માતાના મઢ થી શરૂ થઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત નો પ્રવાસ ખેડી બરવાળા મુકામે આવી પહોંચી હતી જેમાં કરણી સેનાના પ્રમુખ જે.પી.જાડેજા સહિતના આગેવાનો તેમજ માતાજીના રથનું દીકરીબાઓ દ્વારા સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું બરવાળા શહેર તેમજ તાલુકાના ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ, કાઠી સમાજ તેમજ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાના આગેવાનોનું સ્વાગત સન્માન કર્યું હતુ.

કરણી સેનાના રથની જ્યોત ના વધામણ કરી ક્ષત્રિય સમાજ સર્વે સમાજ માટે એકતાનું મધ્યમ બને એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. તો પોલીસે યુવાનોને સમજણ આપી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...