બોટાદ જિલ્લાના 12 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા જેમાંથી 4 બોટાદમાં આવી ગયા છે અને હાલમાં 8 વિદ્યાર્થીઓ યુક્રેનની હંગેરી, રશિયા, રોમાનીયા અને પોલેન્ડની બોર્ડર ઉપર હજી સુધી ફસાયા છે. જેઓને બોટાદ જિલ્લા કલેકટર અને રાજકીય આગેવાન દિલીપભાઈ સાબવા અને સરકારના સતત વિદ્યાર્થીઓનાં સંપર્કમાં રહી વિદ્યાર્થીઓને મદદ કરી પરત લાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. હાલમાં વિદ્યાર્થીઓનાં વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે બોટાદ જિલ્લાના તમામ વિદ્યાર્થી સુરક્ષિત છે.
બોટાદ જિલ્લાના કુલ 12 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા જેમાંથી 4 વિદ્યાર્થી ત્રણ દિવસ પહેલા આવી ગયા હતા. બાકીના 8 વિદ્યાર્થીઓ હજી સુધી ફસાયા છે. આ વિદ્યાર્થીને બોટાદનાં રાજકીય આગેવાન દિલીપ સાબવા દ્વારા વિદ્યાર્થીનો સંપર્ક કરી ભારત સરકારે આપેલી એડવાઇઝરી બોટાદ કલેકટર પાસેથી મેળવી વિદ્યાર્થીઓ સુંધી પહોંચાડી છે જેનાંથી વિદ્યાર્થીઓ રહેવા જમવા અને બસની સગવડતા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહી ભારત સરકારની લેટેસ્ટ એડવાઇઝરી વિદ્યાર્થીઓ આપતા વિદ્યાર્થીઓને બોર્ડર પાર કરવામાં સરળતા રહે છે આ વિદ્યાર્થીઓને બોટાદ કલેકટર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે બાકી રહેલા 8 વિદ્યાર્થીઓ સુરક્ષિત અને ટુક સમય બોર્ડર ક્રોસ કરી ભારત આવવા રવાના થશે. યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ ગંભીર બની રહી છે. જેના કારણે બોટાદ સહિત રાજ્યમાંથી ત્યાં ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
પુત્રની અમને ચિંતા છે : વાલી
મારો પુત્ર બીપીન વિરજા હંગેરી બોર્ડર પર પહોચી ગયો છે ત્યાંથી વારફરતી બોર્ડરમાં પ્રવેશ આપવામાં આવે છે મારે પુત્ર સાથે વાત થઇ ત્યાં સુધીએ વારામાં હતો. હંગેરીમાં પ્રવેશ્યા બાદ ત્યાના એમ્બેસી દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે તે અમને ખ્યાલ નથી પરંતુ હંગેરી બોર્ડર ક્રોસ કરે પછી સરકાર દ્વારા નક્કી કરેલ શિડયુલ મુજબ તેને વિનામ માર્ગે ભારત લાવવામાં આવશે. હાલતો અમને અમારા પુત્રની ખુબ જ ચિંતા થઇ રહી છે.> રાજુભાઈ ઈશ્વરભાઈ, વિરજા – વિદ્યાર્થીનાં પિતા, ગામ – સંમઢીયાળા નં.-1
યુક્રેનની જુદી જુદી બોર્ડર પર ફસાયેલા 8 વિદ્યાર્થી
શ્રેય હરિપરા પોલેન્ડ બોર્ડર ક્રોસ, કેવિન માવેટિયા પોલેન્ડ, યજ્ઞેશ કાળથીયા પોલેન્ડ બોર્ડર ક્રોસ, બિપિન વિરજા હંગેરી બોર્ડર, આશિષ મોકસના હંગેરી બોર્ડર, ભાવેશ મોકસના રોમાનિયા બોર્ડર ક્રોસ, ઋત્વિક રાઠોડ પોલેન્ડ, વિરલ ઝાપડીયા રશિયા બોર્ડર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.