કાર્યવાહી:ચોકડી ગામે વાછરડા ભરીને જતી આઈશર ઝડપાઈ

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિના સમયે વધ કરવાના ઈરાદે શંકાસ્પદ હાલતમાં 4 જિવીત અને 5 મૃત વાછરડા આઈશરમાં મળી આવ્યા

બરવાળા તાલુકાના ચોકડી ગામે ગેરકાયદેસર રીતે આઈસરમાં કૃરતા પુર્વક ધાસ ચારો કે પાણીમી સગવડ રાખ્યાવગર રાત્રીના સમયે વધ કરવાના ઈરાદે શંકાસ્પદ હાલતમાં 4 જીવીત અને 5 મૃત વાછરડા મળી આવ્યા હતા બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિધ્ધરાજસિંહ તા.10/01/23 ના રોજ પોલીસ સ્ટેશનના કામથી ચોકડી ગામે જતા હતા તે સમય દરમિયાન બરવાળા તાલુકાના ચોકડી ગામ પાસે બુટમાના ખડીયા પાસે ગેરકાયદેસર રીતે વાછરડા ભરેલુ આઈશર નં GJ-07-YZ-3778 ચોકડી ગામના લોકોએ રોકી રાખ્યુ હતુ.

આથી પોલીસે તપાસ બાબતે આ આઈશર ચાલકનુ નામ પુછતા તેને પોતાનુ નામ નટવરભાઈ રાજીભાઈ સોલંકી જણાવ્યુ હતુ આ આઈશરમાં કુલ 9 વાછરડા ભર્યા હતા જેમા 4 જીવીત અને 5 મરણ પામેલ વાછરડા હતા તેમજ આઈશર ચાલક પાસે ગૌવંશની હેરાફેરી બાબતે પરમીટ માગતા તેની પાસે કોઈ પણ પરમીટ મળી ન આવી હતી અને આ વાછરડા ક્યાથી ક્યા લઈ જવાતા હોવાનુ પુછતા આઈશર ચાલકે નડીયાદ પપીલજ ગામેથી અશ્વીનભાઈના વાડામાંથી ભરીને ચોકડી ગામે મુકેશભાઈ અને દિનેશભાઈ અમરશીભાઈ માટે વાછરડા લઈ જવાતા હોવાનુ જણાવ્યુ હતુ.

આથી આઈશર નં GJ-07- YZ-3778 રૂ.10,00,000 તેમજ વાછરડાની કિં.રૂ.4000 ગણી કુલ કિં.રૂ. 10,04,000 નો માલ કબ્જે કરી 4 જીવીત વાછરડાને બરવાળા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા આ બનાવ અંગે નટવરભાઈ રાજીભાઈ સોલંકી રહે હાથજ તા.નડીયાદ, અશ્વીનભાઈ રહે નડીયાદ, મુકેશભાઈ, દિનેશભાઈ અમરશીભાઈ બન્ને રહે ચોકડી તા.બરવાળા વિરૂધ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી વધુ તપાસ હે.કો.પ્રધ્યુમન ગઢવી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...