તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન સમારોહ:દિવ્ય ભાસ્કરના એવોર્ડથી પોલીસ વિભાગને પ્રોત્સાહનનું પ્રેરકબળ મળે છે : અશોકકુમાર

બોટાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેસ્ટ પરફોર્મન્સ | કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી બદલ એવોર્ડ અપાયા - Divya Bhaskar
બેસ્ટ પરફોર્મન્સ | કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી બદલ એવોર્ડ અપાયા
  • બોટાદનાં નાનાજી દેશમુખ એડિટોરીયમમાં શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં પારિવારિક માહોલમાં યોજાયો કાર્યક્રમ

બોટાદ જિલ્લા પોલીસ અને દિવ્ય ભાસ્કર ગૃપ દ્વારા બોટાદ જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનોસન્માન સમારોહ તા. 13 માર્ચના રોજ સાંજના સમયે નાનાજી દેશમુખ હોલ બોટાદ ખાતે ભાવનગર રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં રેન્જ આઈજીએ દિવ્ય ભાસ્કરની અા પહેલને બિરદાવી હતી.

એન્ડ એવોર્ડ ગોઝ ટુ |બોટાદના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને આ ભગીરથ કાર્ય કર્યું દિવ્ય ભાસ્કરે. અખબારોમાં મોટાભાગે પોલીસની ટીકા કરતા સમાચારો વધુ વાંચવા મળે છે. પરંતુ ભાસ્કરે એક ડગલું આગળ વધીને પોલીસ પણ સરાહનીય પ્રશંસનીય, ઉત્કૃષ્ઠ અને કાબિલેદાદ કામગીરી કરતા પોલીસ હોમગાર્ડથી શરૂ કરી ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીઓને એવોર્ડ આપીને તેઓએ કરેલા કાર્યને બિરદાવ્યું હતું. ભાસ્કરની આ પહેલને માત્ર પોલીસ અધિકારીઓ નહિ પરંતુ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ પણ બિરદાવી હતી. તસ્વીર – કેતનસિંહ પરમાર

આ કાર્યક્રમમાં અશોકકુમાર યાદવ ભાવનગર રેન્જ આઈ.જી., હર્ષદભાઈ મહેતા એસ.પી. બોટાદ, જયદીપભાઈ મહેતા યુનિટ હેડ ભાવનગર દિવ્ય ભાસ્કર, ઝેડ.આર. દેસાઈડી.વાય.એસ.પી.બોટાદ, એમ.બી. વ્યાસ ડી.વાય.એસ.પી. બોટાદની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોટાદ જીલ્લાનાંપોલીસ વિભાગના જુદા જુદા 10 જેટલા વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર પોલીસ ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓથી લઇ નાનામાં નાના હોમગાર્ડ સુધીના 67 જેટલા અધિકારી અને કર્મચારીઓને મહાનુભાવો દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રોજમીન સુરાણી દ્વારા કરવામા આવ્યુ હતું. બોટાદ જિલ્લા પોલીસ એવોર્ડ 2021 કાર્યક્રમનું જેના થકી આયોજન કરાયું હતું તેવા બોટાદ જીલ્લાના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન શક્ય બન્યું હતુ જેમા વિપુલભાઈ પટેલ સ્કાયસ્પિનટેક્ષ પ્રા.લી. લાઠીદડ, કૌશરભાઈકલ્યાણી રીયલ સ્પીનટેક્ષ પ્રા.લી. રાણપુર, હરેશભાઈ સાકરિયા એચ.વી.કે. પેકેજીંગ પ્રા.લી.બોમ્બે, ભોળાભાઈ રબારી ચેરમેન મધુસુદન ડેરી ગઢડા, ફારૂકભાઈ કાઠિયાવાડ આઈસ્ક્રીમ, અરવિંદભાઈ એન્ડ પાર્ટનર માયકુલ આઈસ્ક્રીમ, પાલજીભાઈ પરમાર મોમાઈ કન્ટ્રકશન કંપનીનો આર્થિક સહયોગ રહ્યો હતો.

ભાસ્કરના વિવિધ અભિયાન સરાહનીય

દિવ્ય ભાસ્કર દ્વારા જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીના યોજાયેલા સન્માન સમારોહના કારણે ડીપાર્ટમેન્ટને પ્રોત્સાહન મળે છે અને ભાસ્કર દ્વારા વિવિધ જે પહેલ કરવામાં આવે છે તેના લીધે દરેક સમાજને પ્રોત્સાહન મળે છે. અખબારમાં નો નેગેટિવ મન્ડે, તિલક હોળી, હાલ માસ્ક એજ વેક્સિન પ્રકારના જે હકારાત્મક પરિવર્તન લાવવામાં આવે છે તેનાથી નાગરિકોમાં જાગૃતતા આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુનેગાર કોઇપણ હશે તેને છોડવામાં નહી આવે. બોટાદ જિલ્લા પોલીસે કોરોના સમયમાં ત્રણ જિલ્લામાંથી બોટાદ જિલ્લાની કામગીરી શ્રેષ્ઠ રહી છે. > અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ IG

કર્મચારીઓએ સારી કામગીરી કરી છે
દિવ્ય ભાસ્કર ગૃપ દ્વારા પોલીસ પરિવારને સન્માનનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેએક સરાહનીય કામગીરી છે. જીલ્લાના તમામેં તમામ પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે કોરોના મહામારીમાં તમામ કર્મચારીઓ રાતદિવસ જોયા વગર સખત મહેનત કરી હતી. માટે જે કર્મચારીને સન્માનિત કર્યા છે તે અને જેઓને આ સન્માન સમારોહમાં સ્થાન નથી મળ્યું તે કર્મચારીઓ પણ સન્માન પાત્ર છે તો તેમણે પણ અભિનંદન પાઠવું છું. > હર્ષદ મહેતા, બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક
67 પોલીસ કર્મીઓને સન્માનિત કરાયા
દિવ્ય ભાસ્કર ગૃપ દ્વારા બોટાદ જીલ્લા પોલીસમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ અધિકારીઓ ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ., એ.એસ.આઈ., હેડકોન્સ્ટેબલ, મહિલા પોલીસ હોમગાર્ડ, જી.આર.ડી અને ટી.આર.પી. જવાન સહિતના 67 અધિકારીઓ અને કર્મચારીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...