મંત્રીપદ ન મળ્યું:બોટાદ જિલ્લાના ધારાસભ્યને મંત્રી પદ ન મળતાં નિરાશા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 તાલુકાનો જિલ્લો ને 3 ધારાસભ્યો છતાં એક પણને મંત્રીપદ ન મળ્યું

નવરચિત બોટાદ જીલ્લો ચાર તાલુકાનો બનેલો છે પરંતુ આ જીલ્લો રાજકીય રીતે ઉચુ કદ ધરાવે છે. આ જીલ્લાને ત્રણ ધારાસભ્યો મળ્યા છે. જેમાંથી એક ધારાસભ્ય મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા પરંતુ આજે થયેલ મંત્રીમંડળની રચનામાં બોટાદ જીલ્લાના એકપણ ધારાસભ્યને મંત્રીપદ ન મળતા જીલ્લાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ જીલ્લો ચાર તાલુકાનો બનેલો છે. જેમાં બરવાળા, રાણપુર, બોટાદ અને ગઢડા તાલુકાનો સમાવેશ થાય છે. આ ચાર તાલુકાના જીલ્લાનું રાજકીય કદ મોટું છે આ જિલ્લાને ત્રણ ધારાસભ્યો મળ્યા છે.

જેમાં બરવાળા અને રાણપુર ને ધંધુકા વિધાનસભાના કોંગ્રેસના રાજેશભાઈ ગોહિલ, બોટાદ વિધાનસભાના સૌરભભાઈ પટેલ જે સરકારમાં ઉર્જામંત્રી તરીકે જવાબદારી વર્ષોથી નિભાવી રહ્યા હતા. તેમજ ગઢડા વિધાનસભાનાં આત્મારામભાઈ પરમાર આમ આ જિલ્લાને ત્રણ ધારાસભ્યો મળેલા છે. પરંતુ ધંધુકા વિધાનસભામાંથી કોંગ્રેસનાં ધારાસભ્ય હોવાથી તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...