માગણી:અનુસૂચિત જાતિના વિસ્તારમાં ગંદકી ફેલાવાઇ રહી છે, નાના છૈડા ગ્રામ પંચાયતના ચેરમેનની રજૂઆત

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પગલાં લેવા 10 દિવસનો સમય અપાયો

બોટાદ તાલુકાના નાના છૈડા ગામમાં અનુ.જાતિના લોકો જ્યાં રહે રહે છે તે વિસ્તારમાં આજ ગામના માથાભારે અસામાજિક તત્વો દ્વારા ઉકરડા, ગંદકી બીજરૂરી કાંટાવાળા વ્રુક્ષો ઉગાડી ઉકરડા કરવામાં આવે છે ત્યાં વહેલી સવારે જાજરૂ કરી ગંદકી ફેલાવતા હોવાથી આ ગંદકી દુર કરાવવા માટે ગ્રામપંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા બોટાદ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવ્યું હતું કે નાના છૈડા ગામના અનુ.જાતિ વિસ્તારની મેન બજારમાં માથાભારે અસામાજિક તત્વો અને જનુની વ્યક્તિ કોળી તેજાભાઈ ખીમાભાઈ કોચીયાણીયાએ બજારની વચો વચ બિનજરૂરી કાંટાવાળા વ્રુક્ષો ઉગાડી ઉકરડા કરી વહેલી સવારે અંધારામાં જાજરૂ કરી ગંદકી ફેલાવે છે. જેના કારણે ખુબ જ ગંદી દુર્ગંધ ફેલાય છે. અને ઉકરડાને લીધે મચ્છર માંખી કાળા જીવાણુંનો ઉપદ્રવ ફેલાય છે. ગંદકીના કારણે તાવ, ઉધરસ, મેલેરિયા, ફ્લુ, ડેન્ગ્યું અને આંખ માથાના દુખાવા સતત રહે છે. અહીથી પાસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. માટે 10 દિવસમાં અનુ.જાતિનાં વિસ્તારની મેન બજારમાંથી વહેલી તકે ઉકરડા, ગંદકી અને બિન જરૂરી કાંટાવાળા વ્રુક્ષો ઉપાડી સફાઈ કરવામાં આવે તેવી રજૂઆત કલેકટરને કરવામાં આવી હતી. જો દસ દિવસમાં આ ગંદકી દુર કરવામાં નહિ આવે તો સામુહિક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...