તપાસ હાથ ધરાઈ:બોટાદમાં હીરાના વ્યવસાયમાં સંકળાયેલા વેપારી સાથે ​​​​​​ 22 લાખના હીરાની ઠગાઈ, 2 ગઠિયા ફરાર

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફેસબુક મારફતે થયેલી મુલાકાતથી બોટાદના હીરાના વેપારીએ 22 લાખના હીરા ગુમાવ્યા

બોટાદના હીરા બજારમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીને ફેસબુક મારફતે મુંબઈના વેપારી સાથે થયેલ પરિચયથી હીરાનો ધંધો કરતા વેપારીએ ધંધાના ઈરાદે હીરાનું પેકેટ બદલાવી લઈ બોટાદના વેપારી સાથે રૂ. 22 લાખની મુંબઈના 2 ગઠિયા છેતરપીંડી કરી ફરાર થઈ ગયા હતાં.

બોટાદના સહજાનંદ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ બળદેવભાઈ ખાંદળા અને તેમના કાકા સંજયભાઈ સાથે બોટાદના હીરા બજારમા ઓફિસ રાખી હીરાનો વેપાર કરે છે તેમને આજથી એક વર્ષ પહેલા ફેસબુકમાં રૂપેશ ચાવ નામનું એકાઉન્ટ જેમા ડાયમંડના ફોટાવાળુ પ્રોફાઈલ પિક્ચર હોવાથી તેમને એમ કે આ કોઈ હીરાનો ધંધાર્થી હશે.

તેમણે આ ફેસબુક પ્રોફાઈલ ખોલતા તેમા એક મોબાઈલ નંબર ઉપર કમલેશભાઈએ ફોન કરતા સામેથી હિન્દીમાં હીરાના ધંધે અંગે વાત કરતા હતાં જેના દ્વારા કમલેશભાઈને રૂપેશભાઈ ચાવ નામના વ્યક્તિ સાથે હીરાના લેવડ દેવડ અંગે વાતચીત થતા કમલેશભાઈએ આંગડિયા મારફત 150 કેરેટ કાચા હીરાનુ સેમ્પલ રૂપેશ પાસેથી મંગાવેલા આ સેમ્પલ મળી જતા કમલેશભાઈએ મળેલા સેમ્પલના કાચા હીરા જોતા પસંદ ન આવતા તેમણે આંગડિયામા પરત મોકલી દીધા હતાં.

ત્યારબાદ રૂપેશે કમલેશભાઈ પાસે રહેલા તૈયાર હિરાનું સેમ્પલ મંગાવતા તેમની પાસે રહેલ 78.41 કેરેટ પૈકીનું 4.63 કેરેટનુ તૈયાર હીરાનુ સેમ્પલ આંગડિયા મારફત મોકલી આપ્યંુ હતું આ અંગે રૂપેશે બે-ત્રણ દિવસ બાદ ફોનથી જણાવ્યુ હતું કે આ સેમ્પલ અહિંયા બે ત્રણ જણાને દેખાડ્યા છે પરંતુ ભાવમાં પોસાતું નથી તેમ કહી ફોન કાપી નાખ્યો ત્યાર ફરી બે ત્રણ દિવસે ફોન કરી જણાવ્યું કે મુંબઈ ખાતે એકભાઈને મોકલ્યા છે અને તેને આ હીરા ગમી ગયા છે માટે કોઈને દેખાડશો નહીં અમે બોટાદ આવીને લઈ જશું.

ત્યાર બાદ તા.1/6/22ના રોજ રૂપેશ અને તેની સાથે ભાવિક શાહ રહેવાસી મુંબઈ ગાડી લઈને મારા ઘરે આવ્યા અને ત્યાથી હું મારી સાથે આ બંનેને મારી સાથે મારી ઓફિસ હીરાબજારમા લઈ ગયો આ સમયે મારા કાકા સંજયભાઈ પણ સાથે હતા આ બંન્ને ગાડીમા બેસી રહ્યા અને કમલેશભાઈને હીરાનુ પેકેટ ઓફિસમાથી નીચે મંગાવતા તેમને તેમની પાસે રહેલા તૈયાર હીરા 73.78 કેરેટ જેની કિંમત 22 લાખ છે તે નીચે લઈ આવવા કહ્યું હતું.

આ હિરાનુ પાકિટ કમલેશભાઈ ગાડીમા લઈ આવતા રૂપેશે આ હીરાનુ પેકેટ ભાવિકને આપતા ભાવિકે કમલેશભાઈના કાકા સંજયભાઈને પેનીશીલ લેવા મોકલ્યા અને મને સાથે લાવેલા કાગળ ઉપર સહિ કરવાનુ કહ્યું. આ દરમિયાન રૂપેશે તેની સાથે લાવેલા અન્ય હીરાનુ પેકેટ નજર ચુકવી બદલાવી નાખી કમલેશભાઈને પરત આપી અને કહ્યું કે મારે વિદેશ જવાનુ છે ત્યાંથી પરત આવી હું આ હીરાનુ પેકેટ લઈ જઈશ તમે તમારી પાસે રાખો તેમ કહી આ બંને ગઠિયા 22 લાખના હીરાનુ પેકેટ લઈ નાસી છુટ્યાં હતાં.

ત્રણ મહિના પછી રૂપેશ પરત નહિ આવતા તેમની પાસે રહેલા 78.41 કેરેટ આ હીરાનુ પાકિટ કમલેશભાઈએ ખોલતા તપાસ કરતા તેમા જે હીરા તૈયાર હતા તે ન નિકળતા તેની જગ્યાએ કાચી રફ હતી તેથી રૂપેશ અને ભાવિક બંને જણાએ તૈયાર હીરા 78.41 કેરેટ રૂ.22 લાખના હીરાની ઠગાઈ થઈ હોવાનુ જણાતા આ અંગે કમલેશભાઈ બોટાદ પોલીસ સ્ટેશનમાં રૂપેશ ચાવ અને ભાવિક શાહ બંને રહેવાસી મુંબઈ વિરૂધ્ધ ગુનો નોંધાવતા આગળની તપાસ બોટાદ પી.એસ.આઈ. જલ્પાબેન નિમાવત ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...