આરોગ્યની સુવિધામાં વધારો:ઢસાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યો; આરોગ્યની વર્ષો જુની સમસ્યાનું કાયમી સમાધાન

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળતા ગામ લોકોમાં આનંદ છવાયો છે. કમિશ્નર આરોગ્ય તબીબી સેવા ગાંધીનગર દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજરોજ ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના 20 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ કરતા ઢસા વિસ્તારમાં રહેતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. ઢસા વિસ્તારનાં લોકોની આરોગ્ય બાબતની વર્ષો જુની સમસ્યાનું કાયમી સમાધાન કરતાં ઢસા વિસ્તારનાં આગેવાનો માટે હવે પીએમ રૂમ સહિત 24 કલાક તથા ડૉકટરો સહિત આરોગ્ય સ્ટાફ ખડેપગે જોવા મળશે, આ ઢસા સામુહિક આરોગ્ય કેન્દ્રની માગ છેલ્લા ઘણા ​​​​​​​​​​​​​​વર્ષોથી કરવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...