તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધંધુકા પાલિકા ચીફ ઓફિસરને માહિતી કમિશનરે દંડ ફટકાર્યો

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTI હેઠળ માહિતી ન આપતાં કાર્યવાહી
  • સમયમર્યાદામાં માહિતી ન આપતાં એક ચીફ ઓફિસરને 20 હજાર અને બીજાને 5000નો દંડ

ધંધુકા ચિફ ઓફિસર પાસે તા. 25/2/20ના રોજ ધંધુકાના નાગરિકે કરેલી આર.ટી.આઇ.ની માહિતી પૂર્વ ચિફ ઓફિસર દેવાંશુભાઇ પોટા અને પાર્થભાઇ ગોહિલે માહિતી ન આપતા માહિતી કમિશનરે બન્ને ચિફ ઓફિસરને દંડ ફટકાર્યો હતો. ધંધુકાના જાગૃત નાગરિક દ્વારા 25/2/20ના રોજ જાહેર માહિતી અધિકારી અને ધંધુકા નગરપાલિકા ચિફ ઓફીસર પાસે આર.ટી.આઇ કરીને 15 દિવસમાં માહિતી માંગી હતી જે માહિતી ધંધુકા ચિફ ઓફિસર દ્વારા તા. 15/3/21ના રોજ 257 પેજમાં આપવામાં આવી હતી.

પરંતુ આ માહિતી અરજદારે આર.ટી.આઇમાં માંગ્યા મુજબ ન હોવાથી અરજદારે તા. 27/3/21માં રોજ ફરીથી ખોટી અને છેતરામણી માહિતી આપવા માટે ગુજરાત માહિતી આયોગને રજુઆત કરી હતી. તેમજ અરજદાર દ્વારા તા. 10/7/20 અને 17/8/20 એમ બે વાર માહિતી આપવા માટે અપીલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા માંગવામા આવેલી માહિતી આ બંને ચિફ ઓફિસર દ્વારા ન આપતા તા. 1/6/21ના રોજ માહિતી કમિશનર વિરેન્દ્ર પંડ્યા દ્વારા પૂર્વ ચિફ ઓફિસર દેવાંશુભાઇ પોટાને રૂ.20000 અને પાર્થસિંહ ગોહિલને રૂ. 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...