તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોટાદમાં કરણીસેના દ્વારા વિરોધ ન થાય તે પહેલા હોદ્દેદારોની અટકાયત

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ શેખાવતની ધરપકડ થતા વિરોધની આશંકાએ

લુવારા ગામની ઘટના લઇ રાજસિંહ શેખાવતની પોલીસે ધરપકડ કરી ચોટીલા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરાયો છે. જેને લઇ ઠેર ઠેર જગ્યાએ રાષ્ટ્રીય કરણી સેના દ્વારા રાજ શેખવાતની ધરપકડનો વિરૂધ કરાયો છે ત્યારે બોટાદ પોલીસે બોટાદ રાષ્ટ્રીય કરણી સેનાના હોદ્દેદારોની અટકાયત કરાઈ હતી. લુવારા ગામની ઘટનાને લઇ રાષ્ટ્રીય કરણી સેનાના ઉપાધ્યક્ષ રાજસિંહ શેખાવતની 16 મેના રોજ ચોટીલા પોલીસે અમદાવાદથી ધરપકડ કરી ચોટીલા પોલીસ સ્ટેશનમા રાજસિંહ શેખાવત વિરૂધ્ધ જુદી જુદી કલમો મુજબ ફરિયાદ દાખલ કરતા રાષ્ટ્રીય કરણી સેના દ્વારા ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે.

ત્યારે બોટાદમા રાષ્ટ્રીય કરણી સેના દ્વારા વિરોધ ન કરે તે માટે બોટાદ પોલીસે તા.17/6/21ના રોજ વહેલી સવારથી જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારોની હરપાલસિંહ સોલંકી કરણીસેના ઉપાધ્યક્ષ બોટાદ જિલ્લા, સહદેવસિંહ ગોહિલ કરણીસેના ઉપાધ્યક્ષ બોટાદ શહેર, યોગરાજસિંહ ડાભી મહામંત્રી, સૂર્યદિપસિંહ ગોહિલ મહામંત્રી, યુવરાજસિંહ ગોહિલ અધ્યક્ષ બોટાદ શહેર વગેરે હોદ્દેદારોને તેમના ઘરેથી જ અટકાયત કરી પોલીસ સ્ટેશનમા નજરકેદ રાખવામા આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...