કાયદેશરની કાર્યવાહી:અડતાળા ગામના 2 શખસની પાસા હેઠળ અટકાયત કરાઇ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બંને આરોપી વાડી પર જુગારનો અડ્ડો ચલાવતાં ઝડપાયા હતા

ગઢડા તાલુકાના અડતાળા ગામે વાડીએ જુગારનો અડ્ડો ચલાવતા બે ઇસમોને ગઢડા પોલીસે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સપેકટર .આર.બી.કરમટીયા અને તેમની ટીમ દ્વારા અડતાળા ગામે રહેતા ભદ્રેશભાઇ ઉર્ફે લાલભાઇ વનરાજભાઇ તુવર અને ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનાભાઇ લાલજીભાઇ ડેરવાળીયા (રહે બન્ને અડતાળા)ને પોતાની કબજા ભોગવટાની વાડીએ જુગારનો અડ્ડો ચલાવતા ઝડપી પાડ્યા હતા.

પોતાની વાડીએ જુગાર ચલાવનાર ઉપરોક્ત બન્ને ઇસમો વિરૂધ્ધ બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર બીજલ શાહે પાસાનુ વોરંટ ઇશ્યુ કરી ભદ્રેશભાઇ ઉર્ફે લાલભાઇ વનરાજભાઇ તુવર વાળાને પાલારા ખાસ જેલ, ભુજ(કચ્છ) ખાતે તથા ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનાભાઇ લાલજીભાઇ ડેરવાળીયાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

જે હુકમને લઇ ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સપેકટર. આર.બી.કરમટીયા દ્વારા ભદ્રેશભાઇ તુવરને અડતાળા ગામેથી તેમજ ઘનશ્યામભાઇને સુરત ખાતેથી તા.25/5/22ના રોજ ઝડપી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...