જગતનો તાત મુશ્કેલીમા:બોટાદના ખેડૂતોને પૂરતા પૈસા આપવા છતાં ડિઝલ મળતું નથી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોટાદના ખેડૂતોને 8-10  કિ.મી. દુરથી  પંપ પર ડીઝલ લેવા જતાં ડીઝલ મળતું નથી. - Divya Bhaskar
બોટાદના ખેડૂતોને 8-10 કિ.મી. દુરથી પંપ પર ડીઝલ લેવા જતાં ડીઝલ મળતું નથી.
  • હાલમાં વાવણીનો સમય હોવાથી ડીઝલ ન મળતાં ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

બોટાદ જિલ્લાના ખેડૂતોને પૂરતા પૈસા આપવા છતા ડિઝલ મળતુ ન હોવાથી જિલ્લાના ખેડૂતોએ હોબાળો બચાવ્યો હતો. અને વાવણીના સમયે પુરતુ ડીઝલ ન મળતા જગતનો તાત મુશ્કેલીમા મુકાયો છે. હાલમા ચોમાસાની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખેડૂતો ખેતીકામમા જોડાઇ ગયા છે પરંતુ આ ખેડૂતોને બોટાદ જિલ્લામા આવેલ ભારત પેટ્રોલીયમ કંપનીમાંથી ડીઝલના પુરતા પૈસા આપવા છતા ડીઝલનો જથ્થો મળતો નથી ડીલર દ્વારા ડીઝલ ન હોવાનુ અને હોયતો પણ પુરતા પ્રમાણમા આપતા નથી.

આમ, વાવણી ટાણેજ ખેડૂતોને ડીઝલનો જથ્થો ન મળતા ખેડૂતો રાણપુર તાલુકાના રાજપરા ગામના ભારત પેટ્રોલીયમના પંપ પાસે એકઠા થઇ હોબાળો મચાવ્યો હતો. જેને લઇ બોટાદ જિલ્લાના ભારત પેટ્રોલીયમ કંપનીના પંપના તમામ ડીલરો એકત્રીત થઇ ખેડૂતોની સમસ્યા વહેલીતકે ઉકેલ લાવવામા આવશે તેવા પ્રયાસો કરવામા આવશે.

બોટાદ જિલ્લામા બી.પી.સી.એલ. (ભારત પેટ્રોલીયમ) કંપનીના 17 થી 18 પંપો આવેલા છે. અને મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમા છે અને ડીઝલના લીટરના ભાવ રૂપિયા 93.02 છે અને ખેડૂતો આ રૂપિયા દેવા પણ તૈયાર છે પરંતુ ડીલરપાસે કંપનીમાંથી પુરતો જથ્થો ન આવતો હોવાથી ખેડૂતોને પુરતા પ્રમાણમા ડીઝલનો જથ્થો આપી શકતા નથી જેથી ખેડૂતોને વાવણીના ખરા સમયે ડીઝલનો જથ્થો ન મળવાથી મુશ્કેલીમા મુકાયા છે. ત્યારે આ જગતના તાતને ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમા મળી રહે તેવા પ્રયત્નો કરવામા આવે તેવુ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

કંપનીમાંથી ડિઝલનો પૂરતો જથ્થો ન મળતાં ખેડૂતોને આપી શકતા નથી
અમે કંપનીને ડીઝલના પૈસા આર.ટી.જી.એસ કરી દઇએ ત્યારબાદ 5થી 6 દિવસે અને તે પણ પુરતા પ્રમાણમા ડીઝલ આપતા નથી તેથી અમો ખેડૂતોને પુરતુ ડીઝલ આપી શકતા નથી આ અંગે અમો જિલ્લાના તમામ ડીલરોએ કલેક્ટર અને કંપનીના મેનેજરને રજુઆત કરી હતી. > મીલનભાઇ ડી. પરમાર, ડીલર ભારત પેટ્રોલીયમ ગામ.તુરખા

વાવણી સમયે ડિઝલનો જથ્થો પૂરતા પ્રમાણમા મળતો નથી
ખેડૂતો ખેતરમા પુરજોશમા કામ કરી રહ્યા છે ત્યારે આ ખેડૂતોને ખેતર વાવણી માટે તૈયાર કરવા માટે અને વાવેતર કરી નાખેલ બીયારણ બચાવવા માટે મશીન દ્વારા પીયત કરવા માટે જોઇતા પ્રમાણમા પંપ ઉપરથી પુરતુ ડીઝલ મળતુ નથી જેથી અમો વાવણીના સયયે ખરી મુશ્કેલીમા મુકાયા છીએ તો અમો ખેડૂતોને પુરતો ડીઝલનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરાય. > ભરતભાઇ ઝીણાભાઇ મેણીયા, ખેડૂત ગામ. રાજપરા તા. રાણપુર

8-10 કિ.મી. દુરથી પમ્પ પર ડીઝલ લેવા જતાં ડિઝલ હોતું નથી
હાલમા વાવણીની સિજન ચાલુ હોવાથી અમને સમય મળે ત્યારે આઠ થી દશ કિ.મી. દુર ભારત પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા જઇએ ત્યારે મોટાભાગે ડીઝલ હોતુ નથી અને હોયતો 50 લીટર જોઇએ તો માત્ર 10 લીટર મળે છે આમ વાવણીના ખરા સમયે ડીઝલ ન મળતા અમો ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છીએ. > સુરેશભાઇ ડાયાભાઇ મીઠાપરા, ખેડૂત બુબાવાવ ગામ

અન્ય સમાચારો પણ છે...