વિરોધ પ્રદર્શન:દેત્રોજ તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન

રામપુરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા , તાલુકા કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાનો મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કાર્યક્રમ દેત્રોજ તાલુકા મથકે યોજાયો હતો. મોંઘવારી જીએસટી સહિત ની બાબતે ભાજપની સરકાર વિરોધી બેનરો સાથે દેખાવો અને સૂત્રોચાર સાથે પ્રદર્શન કરતા કોંગ્રેસ અગ્રણીઓની દેત્રોજ પોલીસે અટકાયત કરી હતી.

આ દરમિયાન ઘનશ્યામભાઈ ગઢવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ, બળવંતભાઈ ગઢવી પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ, દેવેન્દ્રસિંહ સિંધવ મહામંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ, નટુજી ઠાકોર ઓબીસી અગ્રણી, પંકજસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રવિણસિંહ ઝાલા મહામંત્રી, દીપાજી ઠાકોર પ્રમુખ દેત્રોજ તાલુકો કોંગ્રેસ સમિતિ સહિત કોંગ્રેસ કાર્યકરોની દેત્રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બી. એચ. ઝાલા પીએસઆઇ, રાજુભાઈ થાવરાજી એ એ એસઆઈ સહિતની પોલીસ ટીમે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે બાબતને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...