રજૂઆત:વકીલના હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવા માગ, દલિત સમાજે મામ.ને આવેદન આપ્યું

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ તાલુકાના રાપર ગામે વકીલની કરપીણ હત્યાના બનાવવામાં આખા ગુજરાતમાં દલિત પડધા પડ્યા છે ત્યારે તા.29/9/20નાં રાષ્ટ્રીય ધંધુકા તાલુકાના દલિત સમાજ દ્વારા ધંધુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી હત્યા કરનાર ગુનેગાર અને જવાબદારો રીરૂધ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

કચ્છના રાપર ગામે બામસેફ, ઇન્ડીયન લોયર પ્રોફેશનલ એસોસીએશન, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને મૂળ નિવાસી વિચારધારાના પ્રખર પ્રચારક દેવજીભાઈ મહેશ્વરીની તા.25/9/20 નાં રોજ કરપીણ હત્યા થતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ બનવાના પડઘા ગુજરાત આખામાં પડતા હત્યાના વિરોધમાં, આરોપીની ઘરપકડ અને આ હત્યાની તપાસ સીબીઆઈને સોપવાની માંગણી સાથે ડૉ.બાબાસાહેબ આંબેડકર સેવા સંસ્થાન દ્વારા તેમજ દલિત સમાજના આગેવાનો જયેશ ચાવડા, આલજીભાઇ સોનારા, સુનિલભાઇ ગલશાણા, પી.એમ.સોલંકી, તુલશીભાઇ ગોહિલ, બકુલભાઇ પરમાર દ્વારા ધંધુકા મામલદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. એમાં જણાવ્યુ હતુ કે હત્યાના તમામ આરોપીઓને અને તેઓનો બચાવ કરવાવાળા તમામ લોકોને ઝડપી આડવા તેમજ તેમની સારવાર કરવાની નાં પાડેલ શુભમ હોસ્પિટલનું લાયસન્સ રદ કરી અને હત્યાના ષડ્યંત્રમાં મદદ કરવા માટે આ હોસ્પિટલના અધિકારીઓને પણ આરોપી માનવા સહિતની માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...