તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આકારણી રિવાઈઝ કરવાની કામગીરી સ્થગિત કરવા માગ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોલેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત
  • જુના રેકોર્ડ્સ ઉપલબ્ધ ન હોય છતાં આકારણી રિવાઈઝ કરાય તો ગ્રામજનોને મિલકત સબંધિત તકરારની શક્યતા છે

હાલમાં સરકાર દ્વારા આકારણી ઓનલાઈન કરવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે ત્યારે ધોલેરા ગ્રામ પંચાયત પાસે વર્ષ. 1968 થી 2012 સુધીના રેકર્ડ ન હોવાથી ધોલેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રૂદ્રદિપસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમાએ ધોલેરા ટી.ડી.ઓ.ને આકારણી રિવાઈઝ કરવાની કામગીરી સ્થગિત કરવા રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવ્યું હતું કે ધોલેરા ગ્રામ પંચાયતનાં વર્ષ 1968થી 2012 સુધીની આકારણી રજિસ્ટરો હાલમાં તલાટી કમમંત્રી પાસે ચાર્જમાં મળ્યા નથી અને હાલની કચેરીના ગ્રા.પં.મિલ્કત વેરા આકારણી અનુસંધાને ધોલેરા ગ્રામ પંચાયત દ્વારા આકારણી રિવાઈઝ કરવાની કામગીરી ચાલુ કરાઈછે. જ્યારે ગ્રામ પંચાયતમાં વર્ષ 1968થી 2012 સુધીના આકારણી રજિસ્ટરો ઉપલબ્ધ નથી અને જુના રેકોર્ડ્સ ઉપલબ્ધ ન હોય તેમ છતાં આકારણી રિવાઈઝ કરાય તો ગ્રામજનોને મિલ્કતનાં ટાઈટલ સંબંધિત તેમજ મિલકત સબંધી તકરારો ભવિષ્યમાં ઉપસ્થિત થવાની શક્યતા રહેલી છે.

જેથી જ્યાં સુધી વર્ષ 1968થી 2012 સુધીના આકારણી રજિસ્ટરો તલાટી મંત્રીને જ્યાં સુધી ચાર્જમાં ન મળે ત્યાં સુધી આકારણી રિવાઈઝ કરવાની કામગીરી સ્થગિત કરવા માટે ધોલેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રૂદ્રદિપસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમાએ ધોલેરા ટી.ડી.ઓ.ને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...