રજુઆત:બોટાદ માઇનોર કેનાલમાં પાણી છોડવા માંગણી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણી નહિ છોડવામા આવે તો આંદોલન કરાશે, ખસ સરપંચ

ખેડૂતો રોહિણી નક્ષત્રમા કપાસનુ વાવેતર કરે છ પરંતુ હાલમા કેનાલમા પાણી ન હોવાથી ખેડૂતોને વાવણીમા મોડુ ન થાય તે માટે રાણપુર તાલુકાના ખસ ગામના સરપંચે કેનાલમા પાણી છોડવા માટે અધિક ઇજનેરને રજુઆત કરી હતી. આ રજુઆતમાં જણાવ્યુ હતુ કે હાલમા રોહિણી નક્ષત્ર ચાલે આ નક્ષત્રમા ખેડૂતો કપાસનુ વાવેતર કરતા હોય છે પરંતુ હાલમા કેનાલમા પાણી ન હોવાથી ખેડૂતો કપાસનુ વાવેતર કરી શકે તેમ નથી. કોરોના મહામારીની બીજી લહેરમા લોકડાઉન સેવી પરિસ્થિતિ હોવાથી બોટાદ જિલ્લાના મોટાભાગના ખેડૂતોને પારાવાર નુકશાન થયુ છે.

ત્યા​​​​​​​રે રોહિણી નક્ષત્રમા ખેડૂતોના કપાસનુ વાવેતર થાય તો ખેડૂતોને લાભ થઇ શકે તેમ છે. પરંતુ હાલની સ્થિતિમા કેનાલમા પાણી ન હોવાથી ખેડૂતો કપાસનુ વાવેતર કરી શકે તેમ નથી. માટે બોટાદ બ્રાંચ કેનાલમા તા. 20 જુન સુધી પાણી આપવામા આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ છે. જો આગામી 3 દિવસમા કેનાલમા પાણી છોડવામા નહિ આવેતો ગાંધી ચિંધ્યા માર્ગ અમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. વહેલી તકે બોટાદ બ્રાંચની માઇનોર કેનાલમા પાણી છોડવામા આવે તેવી રજુઆત ખસ ગામના સરપંચે અધિક્ષક ઇજનેર બોટાદ બ્રાંચ જોઇન કેનાલ નર્મદા કોલોની લીંબડીને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...