તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો પરેશાન:રાણપુરના ચાચરિયા, વિસામણ, ખસ ફિડરમાં વીજ આપવા માગ

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 1 વર્ષથી એકેય ફિડરમાં યોગ્ય પુરવઠો ન મળતાં ખેડૂતો પરેશાન

હાલમા રોહિણી નક્ષત્ર ચાલુ છે આ નક્ષત્રમા ખેડૂતો વાવેતર કરતા હોય છે પરંતુ રાણપુર તાલુકાના ખસ ગામના ખેડૂતોને ત્રણ ફીડરમાથી પાવર મળતો ન હોવાથી આ ગામના ખેડૂતો અને ગામના સરપંચે અધિક્ષક ઇજનેર પશ્વિમ ગુજરાત વિજ કંપની બોટાદને રજુઆત કરી હતી.

રાણપુર તાલુકાના ખસ ગામના ખેડૂતોને ચાચરીયા ફિડર, વિસામણ ફિડર અને ખસ ફિડરમાથી પાવર મળે છે. છેલ્લા 1 વર્ષથી આ ત્રણેય ફીડરમા એક પણ અઠવાડીયુ વ્યવસ્થિત પાવર મળતો નથી. આ અંગે રાણપુર કાર્યપાલક ઇજનેરને વારંવાર રજુઆત કરવામા આવી છે. હાલમા રોહિણી નક્ષત્ર ચાલે છે. આ ગામના બધા ખેડૂતોએ 400 ગ્રામ થેલી બિયારણના રૂ. 1200ના ભાવના કપાસના બિયારણનુ વાવેતર કરી નાખ્યુ છે.વિજળી અનિયમિતાને લીધે આ તમામ ખેડૂતોના વાવેતર કરેલ બિયારણ નાશ પામે તેમ છે.

ચાચરિયા ફીડરમા ત્રણ પોલ પડી ગયા છે જેના લીધે આ ચાચરિયા ફીડરના 35 થી 40 કનેક્શનનો પાવર બંધ છે. અને જ્યા પાવર આવે છે ત્યા થોડીવાર આવીને બંધ થઇ જાય છે. બરવાળા સબ ડિવીઝનમાંથી રાણપુર સબ ડીવીઝન અલગ તહ્યા પછી એકપણ ગામને વ્યવસ્થિત પુરતો પાવર અપાયો નથી. દિન 3મા ત્રણેય ફીડરોમા પાવરની સમસ્યાનો હલ નય થાય તો ગાંધી ચિધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...