• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Demand For Local Candidate By Taluka Congress President On Botad 107 Assembly Seat; Said If An Imported Candidate Comes, Defeat Will Have To Be Accepted

સ્થાનિક ઉમેદવારને લઈને કકળાટ:બોટાદ 107 વિધાનસભા બેઠક પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્થાનિક ઉમેદવારની માગ; કહ્યું-આયાતી ઉમેદવાર આવશે તો, હાર સ્વીકારવી પડશે

બોટાદ17 દિવસ પહેલા

બોટાદ વિધાનસભા બેઠક પર આયાતી ઉમેદવારને લઈને ભાજપ, આપ બાદ કોંગ્રેસમાં પણ કકળાટ બહાર આવ્યો છે. બોટાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ જો, આયાતી ઉમેદવાર મુકશે તો, કોંગ્રેસને બેઠક ગુમાવવાનો વારો આવશે તેમ બોટાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ચિમકી આપી હતી.

વિધાનસભાની ચૂંટણીના બયુગલ વાગી ગયા છે અને તમામ રાજકીય પક્ષો એકશન મોર્ડમાં આવ્યા છે. ત્યારે સથાનિક ઉમેદવારોને લઈને ક્યાંક લોબીંગ શરૂ થયા છે. તો, કયાક વિરોધ બહાર આવી રહ્યા છે. ત્યારે બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપ, આપ બાદ કોંગ્રેસમાં પણ આયાતી ઉમેદવારને લઈને કકળાટ બહાર આવ્યો છે. બોટાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ત્રણ જેટલા દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોધાવી છે.

ત્યારે બોટાદ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સથાનિક ઉમેદવારની માગ બહાર આવી છે. જે મામલે કોંગ્રેસ કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસથી પ્રદેશ કોંગ્રેસ સુધી રજૂઆતો કરી છે. ત્યારે બોટાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આયાતી ઉમેદવારને લઈને મોટુ નિવેદન આપ્યું છે. બોટાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે અત્યાર સુધીમાં સથાનીક ઉમેદવારની પસંદગી કરી નથી અને કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જો આ વખતની ચૂંટણીમાં જો કોંગ્રેસ આયાતી ઉમેદવારની પસંદગી કરશે તો, આ ચુંટણીમાં પણ કોંગ્રેસને હારવાનો વારો આવશે. તેમ બોટાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ગર્ભિત ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...