રજુઆત:ગ્રામ્ય વિસ્તારની બસો ઝડપથી શરૂ કરવા માગણી

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ અટકાવવા બસ બંધ કરાઇ હતી, ફરી શરૂ કરવા ધંધુકા ધારાસભ્યની માગ

કોરોના મહામારીમા સંક્રમણ વધે નહિ તે માટે ગ્રામ્ય વિસ્તારની એસ.ટી. બસો બંધ કરવામા આવી હતી જે ફરી શરૂ કરવા ધંધુકા ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલે વિભાગીય નિયાકમ કચેરી ગીતામંદિર અમદાવાદ ખાતે રજુઆત હતી. રજુઆતમાં જણાવ્યુ હતુ કે કોરોના મહામારીના કારણે સંક્રમણ વધે નહી તે માટે ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની એસ.ટી.બસો એ.ટી.નીગમ દ્વારા બંધ કરવામા આવી છે. ગુજરાતની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમા રહેતી હોવાથી ગામડામાથી દવાખાના, બેંક, સ્કૂલ, કોલેજ કે ખરીદી કરવામા ગામના લોકોને શહેરમાં જવુ પડે છે.

પરંતુ ગ્રામ્ય વિસ્તારની એસ.ટી. બસો શરૂ બંધ હોવાથી આ લોકોને પ્રાઇવેટ વાહનોમાં જવુ પડે છે. માટે ગ્રામ્ય વિસ્તાના લોકોન શહેરમા જવા માટે પડતી અગવડતાને ધ્યાનમા લઇ ગામડાની તમામ એસ.ટી. બસ શરૂ કરવા માટે ધંધુકા ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. રાજ્યભરમાં હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે એસટી સેવા ફરી ચાલું કરવી જોઇએ. બસો બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મજબૂરીમાં ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જેના કારણે મોંંઘી મુસાફરીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ગ્રામ્ય વિસ્તારની બસ શરૂ કરાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...