તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામમાં ગુંદાથી ચારણકી જવા માટે વાયા ગોધાવટા થઈને જવું પડતું હતું. જે અંદાજે 8 કિ.મી. નું લાંબુ અંતર થઇ જાય છે. ચારણકીથી ગુંદા તરફ સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શનાર્થીઓ પગપાળા ચાલીને જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ બંને ગામના અંદાજીત 70 જેટલા ખેડૂતોની વાડીઓ આ માર્ગ ઉપર આવેલી છે, જે તમામ આ રસ્તાનો ઉપયોગ કરે છે. રસ્તાની મરામત માટે અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પરિણામ ન મળ્યું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટીય રોજગાર બાંયેધરી યોજનાની રાણપુર ખાતે સરપંચ અને તલાટી મીટીંગમાં નરેગા યોજનામાં એવા 262 કામો ગામ લોકો જાતે કરી શકે અને આ કામો કરવાથી ગામના લોકોને રોજગારી પણ મળે તે મુદ્દાને ધ્યાને લઇ ગુંદા અને ચારણકી બંને ગામના સરપંચ દ્વારા રસ્તાનું કામ નરેગા યોજના દ્વારા ગ્રામજનોના સહયોગથી બનાવવાનું નક્કી કર્યું હતું.
ચારણકી અને ગુંદા ગામે આ રસ્તાની કામગીરીના ઠરાવ કરી અમલવારીના શ્રીગણેશ કર્યા, ગામમાં બહેનોને કારકુનની જવાબદારી આપી. ગામમાં તમામ લોકોને જાણ કરી નરેગાના કામે રોજગારીના વેતનનો લાભ લેવા જણાવવામાં આવ્યું. રસ્તા માટે ટાંચ વાળી માટી પોતાના ગામના તળાવ અને ચેકડેમને ગામના નરેગા શ્રમિકો દ્વ્રારા ઊંડું કરી માટીથી રસ્તો બનાવવાનું નક્કી કરી રસ્તાનું 4.5 કિ.મી. ના આયોજન માં બન્ને ગામો ગુંદા અને ચારણકીમાં તળાવ / ચેકડેમ મજુરો દ્વારા ખોદકામ કરી ઊંડું ઉતારવા તેમજ ખોદાયેલી માટી ટ્રેક્ટર દ્વારા બંને તરફથી રસ્તા પર મજુરો દ્વારા પહેલા બાવળ કટિંગ કરી, વધી ગયેલા પાળા ખોદી, રસ્તો પહોળો કરી, ટ્રેક્ટર દ્વારા માટી એક જગ્યા ખાલી કરાવી લેવલથી ફોળાવવામાં આવે છે.
રસ્તો પહોળો તથા ખાડા ટેકરા બુરવામાં આવે છે. આ રીતે રસ્તા રીપેરીંગનું કામ પણ થાય છે. ગુંદાના અંદાજીત 130થી 150 અને ચારણકીના 80થી 100 માણસોને આ કપરા સમયમાં છેલ્લા 15 દિવસથી રોજગારી મળી રહી છે. જેનાથી આઠ થી નવ હજારદિવસની બંન્ને ગામોમાં લોકોને રોજગારી મળશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.