તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:છૂટાછેડા થયાની દાઝ રાખી યુવતી અને પરિવારના સભ્યોને માર માર્યો

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 માસ પહેલાં લગ્ન થયાં હતાં પંરતુ યુવકને અન્ય યુવતી સાથે સંબંધ હોવાથી છૂટાછેડા લઈ લીધા હતા, બોટાદ પોલીસે તપાસ શરૂ કરી

બોટાદમાં રાજીવ નગરમા રહેતા હિંમતભાઇ જીવરાજભાઇ ચાંસીયાની દિકરી પાયલબેનના લગ્ન બોટાદમા સવગણનગરમા રહેતા પ્રવિણભાઇ વાલજીભાઇ ચાવડાના પુત્ર કુનાલ સાથે છ મહિના પહેલા થયા હતા પરંતુ કુનાલને અન્ય યુવતી સાથે લફરૂ હોવાથી છુટા છેડા થયા હતા.

જે બાબતની દાઝ રાખી બંને પક્ષે સામ સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી બોટાદ પોલીસ સ્ટેશનમા નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદમાં રાજીવ નગરમા રહેતા હિંમતભાઇ જીવરાજભાઇ ચાંસીયાની દિકરી પાયલબેનના લગ્ન બોટાદમા સવગણનગરમા રહેતા પ્રવિણભાઇ વાલજીભાઇ ચાવડાના પુત્ર કુનાલ સાથે છ મહિના પહેલા થયા હતા.

પરંતુ કુનાલને અન્ય યુવતી સાથે લફરૂ હોવાથી કુનાલ અને પાયલબેનના છુટા છેડા થયા હતા. ત્યારબાદ તા.3/6/21ના રોજ બપોરના 12 કલાકે પાયલબેન તેમના ફઇબા વસંતબેન વાજા સાથે બોટાદ માર્કેટમા ખરીદી કરવા ગયા હતા તે દરમિયાન બોટાદ ટાઢાનીવાડીમા રહેતા મીનાબેન ધર્મેન્દ્રભાઇ ચૌહાણ તેમને મળ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તુ કુનાલના પૈસા લઇને બજારમા આવી છે તેમ કહિને ઝઘડો કરી પાયલબેનને ઢીંકાપાટુથી માર માર્યો હતો.

આ બનાવની પાયલબેન ઘરે આવીને વાત કરતા તેમના ભાઇઓને કરતા તેમના ભાઇ અનીલભાઇ અને ઉમેશભાઇ તેમજ તેમના કાકા નરશીભાઇ જીવારાજભાઇ અને જેન્તીભાઇ જીવરાજભાઇ બપોરના 2.30 કાલાકે કુનાલભાઇના ઘરે ઠપકો આપવા જતા બંને પરીવાર વચ્ચે માથાકુટ થતા બન્ને પરીવારોએ બોટાદ પોલીસ સ્ટેશનમા સામ સામે ફરીયાદ નોંધાવી હતી .

​​​​​​​જેમા પાયલબેન ડો/ઓ હિંમતભાઇ જીવરાજભાઇ ચાંચીયાએ પોલીસ સ્ટેશનમા ધ્રુવ દિનેશભાઇ વાઘેલા, હરેશ વાલજીભાઇ ચાવડા, કુનાલ પ્રવિણભાઇ ચાવડા અને મીના ધર્મેન્દ્રભાઇ ચૌહાણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી જ્યારે સામે પક્ષે રમિલાબેન વા/ઓ વાલજીભાઇ ચાવડાએ બીટુ જીવરાજભાઇ ચાચીયા, રજની ગેલુભાઇ ચાંસીયા, ઉમેશ હિંમતભાઇ ચાંસીયા અને અનિલ હિંમતભાઇ ચાંસીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઇ. નયનાબેન ગામેતી ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...