ફરિયાદ:બ્લોક નાખવા અંગે અરજી કર્યાની દાઝ રાખી માર માર્યો

બોટાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરવાળા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 4 સામે પોલીસ ફરિયાદ
  • બરવાળાના જૂના નાવડા ગામનો બનાવ

બરવાળા તાલુકાના જુના નાવડા ગામે બ્લોકનાં કામ બાબતે ભાવસંગ દીપસંગભાઈ ચૌહાણે કરેલી અરજીની દાઝ રાખી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત ચાર લોકોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળા તાલુકાના જુના નાવડા ગામે બ્લોકનું કામ ચાલતું હોય જે બાબતની અરજી જુના નાવડા ગામના ભાવસંગભાઈ દિપસંગભાઈ ચૌહાણે કરી હતી. જે બાબતની દાઝ રાખી ગત શનિવારના રોજ સાંજે 5 કલાકે ભાવસંગભાઈ દીપસંગભાઈ ચૌહાણ ઘરે હતા તે દરમિયાન તાલુકા પંચાયત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કરસનભાઈ પોપટભાઈ ચૌહાણ, બટુકભાઈ ધીરુભાઈ ચૌહાણ, પ્રતાપભાઈ કરસનભાઈ ચૌહાણ અને નિલેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણએ આવીને કહેવા લાગ્યા હતા કે બ્લોકના કામ બાબતે કેમ અરજી કરી છે અરજી પાછી ખેંચી લેજે તેમ કહી ભાવસંગભાઇ ચૌહાણને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભાવસંગભાઈ દીપસંગભાઈ ચૌહાણે બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...