રજૂઆત:બરવાળામાં ભારે વરસાદને લીધે કપાસના-જુવારના પાકમાં નુકસાન

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરવાળા APMCએ ખેડૂતોને વળતર ચૂકવવા કૃષિમંત્રીને રજૂઆત કરી
  • ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતોએ વળતર આપવા માગ કરી

બરવાળા તાલુકામાં વાવાઝોડાને અતિભારે વરસાદના લીધે ખેડૂતોનાં કપાસ, તલ, જુવારનાં ઉભા પાક સંપૂર્ણ નાશ પામતા ખેડૂતો પાયમાલ બન્યા છે ખેડૂતોને આ નુકશાનીનું વળતર મળે તે માટે બરવાળા એ.પી.એમ.સી. દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી હતી.

સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂવાત સાથે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ વરસાદ ખૂબ ખેંચ્યો. ત્યારે ખેડૂતો ની વાવણી ક્યાંક સફળ તો ક્યાંક નિષ્ફળ ગઈ હતી પણ ખેડૂતો ને આશા હતી કે વર્ષ સારું જશે પણ વાવણીની જરૂરિયાત મુજબ અને ત્યારબાદ પણ સમયાંતરે પાકના ઉત્પાદન માટે જે વરસાદ આવવો જોઈએ તે વરસાદ આવ્યો નહિ. જેને લઈ ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં હતા. બરવાળા તાલુકાના ખેડૂતો હાલ ખૂબ ચિંતામાં છે

કારણ કે થોડા દિવસ પહેલા જે વરસાદી માહોલ હતો જેમાં વરસાદી ઝાપટા અને ઝાકળ વાળા વાતાવરણ ને લઈ ઝીડવા માંથી બહાર નીકળેલ કપાસ સાવ નિષ્ફળ ગયો હતો અને બાકી રહેલો પાક ગુલાબ વાવાઝોડાને લીધે ભારે વરસાદના લીધે કપાસ, તલ, જુવાર, મગફળી તમામ પાકો નિષ્ફળ ગયો છે.

જેને લઈ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન જતા ખેડૂતો પાયમાલ થયા છે. માટે બરવાળા તાલુકાના ખેડૂતોને થયેલ નુકશાનનું યોગ્ય વળતર મળે તે માટે બરવાળા એ.પી.એમ.સી દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...