જાહેરનામુ:બોટાદમાં વતન જઇ પરત ફરી રહેલા કામદારોનો કોવિડ ટેસ્ટ ફરજિયાત

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદમાં ફેક્ટરી, દુકાન, સંસ્થામાં કામ કરતા કામદારોનો સમાવેશ

લોકડાઉન બાદના સમયગાળા દરમ્યાન વિવિધ ફેકટરીઓ, દુકાનો, સંસ્થાનો ધીમે ધીમે સામાન્ય રીતે ખુલી રહ્યા છે અને આંતરરાજ્ય સ્થળાંતરિત શ્રમિકો ગુજરાત રાજ્યમાં પરત ફરી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની અસરને ઘટાડવા યોગ્ય માર્ગદર્શિકાના પાલનની જરૂરિયાત વર્તાઈ રહી છે જેને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેનો અમલ કરવા સમગ્ર બોટાદ જિલ્લા માટે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામા જણાવ્યા મુજબ ફેકટરી, દુકાન, સંસ્થાનના બધા પરત ફરતા કામદારોને કોવિડના લક્ષણો માટે તપાસણી કરાવવાની રહેશે. કામદારના કોવીડ-19 ના પરિક્ષણ કરાવવા માટેનો ખર્ચ નોકરીદાતાએ ભોગવવાનો રહેશે, જો કોઈ કામદારમાં કોવીડ-19 ના લક્ષણો જણાય તો તેને/તેણીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કોરન્ટાઇન કરવાના રહેશે. કોરન્ટાઇન કરવામાં આવેલ કામદારોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાવી એન્ટીજન ટેસ્ટ કરાવવાનો રહેશે તથા તે અંગે નિયત રેકર્ડ રાખવાનું રહેશે કામ પર પરત ફરતા કામદારોની માહિતી Annexure-B માં જિલ્લા વહીવટી તંત્રને પુરી પાડવાની રહેશે.

જિલ્લા વહિવટીતંત્રએ તેને અનુસંધાને આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે, નોકરીદાતાએ ખાતરી કરવાની રહેશે કે તમામ કામદારોએ તેઓના મોબાઈલ ઉપકરણો પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરેલી છે, ફેકટરી, સંસ્થાન વિસ્તારમાં વિવિધ સ્થળોએ પુરતા પ્રમાણમાં સેનિટાઈઝર અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ જો કોઈ ફેકટરી, સંસ્થાન બહુવિધ પાળી કરે છે, તો કામદારોને દરેક પાળી પહેલા સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને તેમનો રેકોર્ડ રાખવાનો રહેશે જેમાં દરેક ઉદ્યોગ, સંસ્થા, માલિકે બહારથી કામ પર પરત ફરતા કામદારોનો એન્ટીબોડી ટેસ્ટ કરાવવાનો રહેશે, આ ટેસ્ટ કરાવવાની જરૂરી વ્યવસ્થા માલિકે પોતાના ખર્ચે કરવાની રહેશે, દરેક કામદારનું તાપમાન થર્મલ સ્ક્રીનીંગ ગન મારફતે ICMR ની ગાઈડ લાઈન મુજબ દિવસમાં બે વાર દિવસની શરૂઆત અને અંતમાં માપવાનું રહેશે, ફેકટરીના દરેક કામદારનું ઓકસીજન લેવલ પલ્સ ઓકસીમીટર મારફતે તપાસવાનું રહેશે અને કોઈપણ કામદારનું ઓકસીજન લેવલ એસઓપીથી નીચે ન હોય તે સુનિશ્વિત કરવાનું રહેશે, જે કામદારનું ઓકસીજન લેવલ 94થી નીચે હોય તેને ટર્સરી હેલ્થ સેન્ટર ખાતે તપાસ માટે અચૂક મોકલવાના રહેશે, એન્ટીબોડીની હાજરી ધરાવતા અને શરીરનું તાપમાન (તાવ) વધારે હોય, ઓકસીજન સેચ્યુરેશન નિયત મર્યાદામાં હોય તેવા કામદાર ફરજ પર જોડાય શકશે.

અન્ય સમાચારો પણ છે...