અકસ્માત:રાણપુર રોડ પર મોરસિયા ગામ પાસે અકસ્માતમાં દંપતીનુંં મોત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ અને પત્ની બાઈક લઈને અડવાળથી બોટાદ જતા હતા ત્યારે રસ્તામાં કાર સાથે અકસ્માત થયો

ધંધુકા રાણપુર હાઈવે રોડ ઉપર ફોરવ્હીલ કાર અને મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાઈકલમાં સવાર પતિ પત્ની બન્નેનાં કમકમાટી ભર્યા મોત નીપજતા સમગ્ર પથંકમાં ચકચાર મચી ગઈ હતી.

ધંધુકા તાલુકાના અડવાળ ગામેના દેવીપૂજક સમાજનાં રાકેશભાઈ રમેશભાઈ રાફુકીયા અને તેમના પત્ની જોસનાંબેન રાકેશભાઈ રાફૂકીયા તા.૩/6/22નાં રોજ સવારેના સમયે અડવાળ ગામગથી બાઇક લઇને બોટાદ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન ધંધુકા તાલુકાના રાણપુર ધંધુકા હાઈવે ઉપર આવેલ મોરસીયા ગામે પહોચતા રાણપુર બાજુથી ધંધુકા તરફ આવતી કારનાં ચાલકે પુરફાટ ઝડપે ગફલતભરી રીતે ચલાવી બાઇક સાથે ભટકાડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારે રાકેશભાઈ રમેશભાઈ રાફૂકીયા (ઉ.વ.26)ને ગંભીર ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે રાકેશભાઈ પત્ની જોશનાંબેન રાકેશભાઈ રાફૂકીયા (ઉ.વ.24)ને ગંભીર ઈજા પહોચતા અમદાવાદ સારવાર માટે લઇ જતા સારવાર મળે તે પહેલા જ રસ્તામાં મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ધંધુકા 108 એમ્બ્યુલન્સ અને ધંધુકા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મૃતક રાકેશભાઈને પી.એમ. માટે ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જયારે મૃતક જ્યોશનાંબેનને પી.એમ. માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતકનાં પિતા સુરેશભાઈએ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...