મારામારી:ઓતારિયા ગામે નજીવી બાબતે દંપતી અને પિતા ઉપર 3નો હુમલો

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંટાની વાડ હટાવવા બાબતે મારામારી કરી હતી
  • પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી, ઇજાગ્રસ્તોને હોસ્પિલ ખસેડાયા

ધોલેરા તાલુકાના ઓતારીયા ગામે કાંટાની વાડ હટાવવા બાબતે પિતા,પુત્રોએ દંપતી અને પિતા ઉપર લાકડી,સોરીયા વડે હુમલો કરતા દંપતી અને પિતાને સારવાર માટે ધંધુકા ખસેડવામાં આવ્યા હતા પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ ધોલેરા તાલુકાના ઓતારીયા ગામે રહેતા લાખાભાઈ માનસંગભાઈના ઘરે કડીયા કામ ચાલતુ હોવાથી રેતીની ગાડી તેમના ઘર પાસે લાવવા માટે તેમના મકાનની પાછળ જાહેર રસ્તો આવેલો છે તે રસ્તા ઉપર ઓતારીયા જ ગામના કાળુ રામજીભાઈ સોલંકીએ વંડો વાળી લઈ બાવળની વાડ કરી છે.

તેથી રેતીની ગાડી આવી શકતી ન હોવાથી તા.11/01/23 ના રોજ લાખાભાઈએ તેમના પત્નિ સવિતાબેનને કાળુ સોલંકીના ઘરે વાડ હટાવવાનુ કહેવા મોકલ્યા હતા ત્યારે કાળુ સોલંકી અને તેના પુત્ર ભાવેશ સોલંકીએ સવિતાબેન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો ત્યારબાદ કાળુ સોલંકી અને તેના પુત્રો ભાવેશ અને વિજયે લાખાભાઈ તેમજ તેમના પિતા માનસંગભાઈ ઉપર લાકડી અને સોરીયા વડે હુમલો કરી વાડો હટાવવાની વાત કરશો તો મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત દંપતી અને પિતાને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે લાખાભાઈ માનસંગભાઈએ કાળુ રામજીભાઈ સોલંકી, ભાવેશ કાળુ સોલંકી અને વિજય કાળુ સોલંકી રહે.ત્રણેય ઓતારીતા,તા.ધોલેરા વિરૂધ્ધ ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો.પૃથ્વીરાજસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...