આજે પંચાયતનાં પારખાં:વહેલી સવારથી તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરાશે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ તથા સભ્યોના ઉમેદવારોનો ફેંસલો
  • આજે બોટાદ જિલ્લાના 116 સરપંચોનું ભાવી મતપેટીમાંથી ખૂલશે
  • બેલેટ પેપરમાં ટેકનિકલ ખામી હોવાથી મતદાન અટકાવાયું

અમદાવાદ જિલ્લાના 363 ગ્રામ પંચાયતોની ચુંટણીનું મંગળવાર પરિણામ જાહેર થશે. જિલ્લાના નવ તાલુકામાં સવારે 9.00 વાગે મતગણતરી હાથધરાશે. બીજીતરફ કર્મચારીની લાપરવાહીના લીધે બાવળાના રૂપલગામમાં સોમવારે પુન: ચુંટણી કરવી પડી હતી. કુલ 350 મતદારો હતો. સાંજે છ વાગ્યા સુધીમાં 91.43 ટકા મતદાન થયું હતું. રૂપલમાં વોર્ડ-8ના મતદારોને વોર્ડ-1ના મતપત્રો આપી દીધા હતાં. બપોર પછી બાબત ધ્યાનમાં આવતા સ્થાનિક પ્રાંત અને જિલ્લા ચુંટણી અધિકારીનું ધ્યાન દોરાયું હતું. મોડી રાતે પ્રાંત અધિકારીએ પુન: મતદાનનો નિર્ણય લેવાયો હતો. વોર્ડ -1 માટે યોજાયેલી પુન: ચુંટણીમાં ઉત્સાહપૂર્વ મતદાન કર્યું હતું.

બોટાદ જિલ્લાની 116 ગ્રામપંચાતની ચુંટણી તા.19/12/21 નાં રોજ યોજાઈ હતી. જેમાં બોટાદ જીલ્લાના 115 સરપંચોની સામાન્ય અને ગઢડા તાલુકાના 1 સરપંચની પેટા ચુંટણી યોજાઈ હતી. આ ચુંટણીની મત ગણતરી આજે જીલ્લાનાં કુલ ચાર સ્થળે સવારે 8 વાગ્યાથી હાથ ધરાશે.

બોટાદ જીલ્લાની કુલ 116 ગ્રામ પંચાયતની સરપંચની ચુંટણી રવિવારનાં રોજ યોજાઈ હતી જેમાં બોટાદ જીલ્લાના કુલ 115 સરપંચોની સામાન્ય અને ગઢડા તાલુકાના 1 સરપંચની પેટા ચુંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં આશરે 72.59 ટકા મતદાન થયું હતું. મતદાન માટે સવારથી જ મતદાન મથકોએ લાઈનો લાગી હતી.

અને લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. બોટાદ જિલ્લાનાં બરવાળા, બોટાદ, ગઢડા અને રાણપુર તાલુકાના મળી કુલ 242479 મતદારોમાંથી 176026 મતદાન કર્યું હતું. આ ચુંટણી બોટાદ તાલુકાના 25 ગ્રામપંચાયત, બરવાળા તાલુકાની 17 ગ્રામપંચાયતમાં, રાણપુર તાલુકાની 27 ગ્રામપંચાયતમાં અને ગઢડા તાલુકાની 46 ગ્રામપંચાયતનાં મળી 115 ગ્રામપંચાયતનાં સરપંચોની સામાન્ય ચુંટણી યોજાઈ હતી.

પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી
બોટાદની 116 ગ્રામપંચાયતની સરપંચોની ચૂંટણીમાં 72.59 ટકા જેટલું મતદાન થયા બાદ આજે ચાર કેન્દ્રો પર મતગણતરી સમયે કોઈ બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી થાય તે માટે બોટાદ જીલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

બોટાદ જિલ્લાના 4 કેન્દ્રો પરથી મતગણતરી થશે
બોટાદ જિલ્લાની 116 ગ્રામપંચાયતનાં સરપંચોની ચુંટણીની મત ગણતરી આજે બોટાદ જીલ્લાના 4 જુદા જુદા સ્થળે સવારે 8 કલાકથી હાથ ધરાશે. જેમાં બરવાળા તાલુકાના 17 ગ્રામપંચાયતની મત ગણતરી બરવાળા કે.બી.એમ. હાઈસ્કૂલ ખાતે, રાણપુર તાલુકાના 27 ગ્રામપંચાયતની મત ગણતરી મોડેલ સ્કૂલ ખાતે, ગઢડા તાલુકાની 47 ગ્રામપંચાયતની મત ગણતરી દાદાખાચર કોલેજ ખાતે અને બોટાદ તાલુકાની 25 ગ્રામ પંચાયતની મત ગણતરી મોડેલ સ્કૂલ બોટાદ ખાતે હાથ ધરાશે.

રૂપાલ ગામમાં વોર્ડ નંબર-1નાં સભ્ય માટે ફરી મતદાન યોજાયું
બાવળા તાલુકાનાં 46 ગામનાં સરપંચો અને સભ્ય માટેની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પામી છે.ફક્ત તાલુકાનાં રૂપાલ ગામનાં વોર્ડ નંબર-1 નાં સભ્યનાં મતદાન દરમ્યાન બેલેટ પેપરમાં ટેકનીકલ ખામી હોવાથી તે વોર્ડનું મતદાન અટકાવી દીધું હતું.અને તે વોર્ડનાં સભ્ય માટે ફરીથી સોમવારે મતદાન યોજાયું હતું.જેમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થવા પામ્યું છે.સભ્ય માટે 350 મતદારોમાંથી 324 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા હતો.તમામ મતપેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવી છે.

મતદારોએ પોતાના માનીતા અને મનગમતાં ઉમેદવારોને મત આપીને તેમનું ભાવિ મતપેટીઓમાં મુકી દીધું છે.આજે મંગળવારે સવારે 8 વાગ્યાથી બાવળામાં આવેલી એમ.સી.અમીન ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે.મતદાન બેલેટ પેપર ઉપર કરવામાં આવ્યું હોવાથી મોડીરાત સુધી મત ગણતરી ચાલશે.ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની સર્પૂણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.મત ગણતરી સમયે મોટી સંખ્યામાં ગામડાંનાં ઉમેદવારો તેમનાં ટેકેદારો અને લોકો મત ગણતરી કેન્દ્ર બહાર ઉમટી પડશે.મત ગણતરી દરમ્યાન અને પરીણામ જાહેર થાય પછી કોઈ અનિચ્છનીય બનાવ નાં બને તે માટે બાવળા પોલીસે ચુસ્ત બંદોબસ્તનું આયોજન ગોઠવી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...