તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:બોટાદમાંથી કોરોનાએ વિદાયની વાટ પકડી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 10 દિવસથી એકેય કેસ નહીં

બોટાદ જિલ્લામાં છેલ્લે તા. 13/6/21ના રોજ એક કેસ કોરોના પોઝીટીવ નોંધાયા બાદ એક પણ કેસ પોઝીટીવ આવ્યો નથી જ્યારે આખા જિલ્લામા દાખલ એક પોઝિટીવ દર્દી પણ તા. 24 જુનના રોજ સાજો થતા તેને રજા આપી હતી.

બોટાદ જિલ્લામાં છેલ્લે તા. 13/6/21ના રોજ ગઢડા શહેરમાં કનૈયા ચોકમાં 40 વર્ષની મહીલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ નોંધાયો હતો. ત્યારબાદ આજ દિન સુધી જિલ્લામા એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી હાલમા બોટાદ જિલ્લામા એક પણ કોરોના પોઝીટીવ એક્ટીવ કેસ ન હોવાથી જિલ્લો કોરોના મ ઉક્ત બન્યો છે. જિલ્લામા માત્ર પોઝીટીવ જે તા. 13/5/21ના રોજ નોંધાયો હતો તે ગઢડાના કનિયા ચોકની 40 વર્ષની મહિલા પણ તા. 24/6/21ના રોજ સારવાર બાદ સાજા થતા તેઓને કોવિડ-19 હોસ્પ્ટિલમાથી રજા આપવામા આવી હતી.

આ દર્દીને રજા આપતા હાલમા કોવિડ હોસ્પિટલમા એક પણ કોરોના પોઝીટીવ દર્દી દાખલ નથી. જિલ્લામા તા. 13 જુન બાદ આજ દિન સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી અને હાલમા એક પણ એક્ટીવ કેસ પણ નથી. બોટાદ જિલ્લામાં કોરોના સામે રક્ષિત વેક્સિનેશનનુ પુરજોશમા ચાલી રહ્યુ છે ત્યારે જિલ્લામાં તા. 27/6/21 સુધી કુલ 136988 લોકોએ કોરોનાના બન્ને ડોઝ લીધા છે. જ્યારે 18 વર્ષ થી 45 વર્ષના 55832 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...