તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બોટાદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ ઘટાડી પોઝિટિવ આંકડા ઘટાડાયા

બોટાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તા. 24 એપ્રિલના 1113 લોકોના સેમ્પલ સામે 30 પોઝિટિવ હતા જ્યારે તા. 2મેના રોજ 588 સેમ્પલ સામે 25 લોકો પોઝિટિવ નોધાયા

બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમા આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 588 સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાથી 25 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જ્યારે 22 લોકો કોરોના સારવારબાદ સાજા થતા રજા આપવામા આવી હતી અને જિલ્લામાં 223 લોકો કોરોના સારવાર લઇ રહ્યા છે. બોટાદ જિલ્લામા તંત્ર દ્વારા ટેસ્ટીંગ ઓછા કરી કોરોના પોઝીટીવ આંકડા ઓછા કરવા માટેનો પ્રયત્ન કરતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

તા. 24/4/21ના રોજ 1113 લોકોના સેમ્પલ લેવામા આવ્યા હતા ત્યારે પણ 30 લોકોના કોરોના જ્યારે તા. 2 મેના રોજ 588 લોકોના સેમ્પલ લેવામા આવ્યા હતા તેમાથી 25 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે આમ બોટાદ જિલ્લામા તંત્ર દ્વારા તા. 24 એપ્રિલના એમ્પલ લેવામા આવ્યા હ્તા તેના કરતા 525 લોકોના સેમ્પલ ઓછા લોવામા આવ્યા છે છતા જિલ્લામા 25 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જો ટેસ્ટીંગ રોજ જેટલુ જ રાખવામા આવે તો આ આંકડો વધી શકે તેમ છે. આવી રીતે તંત્ર્ દ્વારા જ ટેસ્ટીંગ ઓછા કરીને આંકડા ઓછા દેખાડી આગામી દિવસોમા બોટાદ જિલ્લાને કોરોના મુક્ત દેખાડવાના પ્રયત્ન તંત્ર કરી રહ્યુ છે તેમ લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો