કોરોના અપડેટ:181 દિવસે બોટાદમાં કોરોના કેસ, સગીરાનો રિપોર્ટ પોઝિટિવ

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇથી આવેલા મહેમાનનો ચેપ લાગ્યાનો દાવો
  • 6 મહિને જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું, સગીરાને ઘરે જ ક્વોરન્ટાઇન કરાઇ

બોટાદ જિલ્લામાં છેલ્લે 7 જુલાઇ 21નાં રોજ કોરોનાનો એક કેસ પોઝીટીવ નોંધાયા બાદ 181 દિવસે ફરી બોટાદ શહેરમાં એક કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. બોટાદ જિલ્લામાં છેલ્લે 7/7/21નાં રોજ ગઢડા તાલુકાના લીમ્બોડા ગામે એક યુવકનો કરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ લાંબા સમય સુધી કોરોનાનો એક પણ કેસ પોઝીટીવ આવ્યો ન હતો. ત્યાબાદ 181 દિવસ બાદ તા. 5/1/22 નાં રોજ બોટાદમાં આવેલ જમાઈ નગરમાં 15 વર્ષીય મંદબુધિ સગીરાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.

લાંબા સમયબાદ શહેરમાં કોરોનાનો કેસ ફરી આવતા આરોગ્ય તંત્ર પણ તાબડતોબ કામે લાગી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ આવેલી યુવતીને તેના ઘરે જ કોરોન્ટાઇન કરી સારવાર હાથ ધરી છે. આ સગીરાના ઘરે ચાર પાંચ દવિસ પહેલા મુંબઈથી મહેમાન આવ્યા હતા. તેમનો ચેપ લાગ્યો હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું. છ મહિના બાદ કોરોનાનો એક કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. કેસની સંખ્યા વધે નહીંં તે માટે તંત્ર સાબદુ બની ગયું છે અને નિયંત્રણો લાદવાની દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું છે. લોકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...