તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા બેઠક:શાળાએ ન જતી કિશોરીઓ શાળાએ જતી થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવીઃ વિભાવરીબેન દવે

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ ખાતે પ્રભારી મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરી સમીક્ષા બેઠક યોજાઇ

મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા પ્રભારી, મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બોટાદ સર્કીટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. આ પ્રસંગે રાજયમંત્રી વિભાવરીબેન દવેએ શાળાએ ન જતી કિશોરીઓ શાળાએ જતી થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે દરેક આંગણવાડીના બાળકો સુધી ગણવેશ પહોંચે તેવું આયોજન સુનિશ્ચિત કરવા વધુમાં જણાવ્યું હતું.

આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ કચેરી, શિક્ષણ વિભાગ તેમજ દહેજ પ્રતિબંધિત અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી તેમજ એક બીજા વિભાગે સંકલનમાં રહી કામગીરી કરવા પણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અમીત જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન, પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ, જિલ્લા આયોજન અધિકારી બ્રીજેશ જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધારાબેન પટેલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધિત અધિકારી સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...