તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોટાદની હરિકૃષ્ણ સોસાયટીનું ગંદું પાણી કૃષ્ણસાગરમાં ઠાલવતાં વિવાદ

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત નાગરિકે પાલિકાને ફરિયાદ કરતા અડધી રાત્રે કાર્યવાહી કરાઇ

બોટાદમા શહેરને પાણી પુરુ પાડતુ એક માત્ર કૃષ્ણસાગર તળાવમા બોટાદની હરિકૃષ્ણ સોસાયટીના ગટરનુ પાણી છોડતા જાગૃત નાગરિકે નગરપાલિકાને ફરિયાદ કરતા નગરપાલિકાએ તાત્કાલિક સોસાયટી ખાતે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.

બોટાદમાં પાળીયાદ રોડ પર આવેલી હરિકૃષ્ણ સોસાયટી દ્વારા ખાળકુવાનુ ગંદુ પાણી સોસાયટી પાછળ આવેલા કૃષ્ણસાગર તળાવમા છોડવામાં આવે છે તેવી ફરીયાદ જાગૃત નાગરીકે નગરપાલિકાને કરતા તાત્કાલિક નગરપાલિકાના અધિકારીઓ સોસાયટીમા પહોચી ગટરનુ ગંદુ પાણી તળાવમા જતુ બંધ કરાવી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ શહેરને કૃષ્ણસાગર તળાવમાથી પીવાનુ પાણી પુરૂ પાડવામા આવે ત્યારે હરિકૃષ્ણ સોસાયટી દ્વારા ગટરનુ ગંદુ પાણી કૃષ્ણસાગર તળાવામાં ઠાલવતા શહેરીજનોમા રોષ ફેલાયો છે.

જો આ રીતે નાગરિકો દ્વારા જ તળાવમાં ગંદકી ફેલાવવામાં આવશે તો ક્યાંથી તળાવ સુંદર બની શકશે તેવી ચર્ચા બોટાદમાં થઇ રહી છે. જોકે, આગામી સમયમાં અન્ય સોસાયટીઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય થતું નથી તે જોવાશે.

હોજ પાઇપની તપાસ કરતાં ભાંડો ફૂટ્યો
હું રાત્રે મારી વાડીએથી રાત્રે આવતો હતો ત્યારે હોજ પાઇપ મારા પગમાં આવતા હુ પડી ગયો હતો. ત્યારે મારો પગ ગંદા પાણીવાળો બગતા હોજ પાઇપ ક્યાથી આવે છે તે જોતા આ હોજ પાઇપ હરિકૃષ્ણ સોસાયટીમાથી ગંદા પાણીના નીકાલ માટેનો હતો અને તે પાણી કૃષ્ણસાગર તળાવમાં ઠાલવવામાં આવતુ હતુ. > લાલાભાઇ ગોવિંદભાઇ સભાડ, જાગૃત નાગરિક

મોટર અને હોજ પાઇપ કબજે કરાઇ
અમોને ઘટનાની જાણ થતા અમે નગરપાલિકાની ટીમ અને ફાયરના જવાનો સાથે તાત્કાલિક હરિકૃષ્ણ સોસાયટીમા પહોચી તપાસ આ સોસાયટી દ્વારા સોર્સ કુવાનુ ગંદુ પાણી કૃષ્ણસાગર તળાવમા ઠાલવતા હતા અમોએ પાણી ઠાલવવા માટે ઉપયોગમા લેવાતી મોટર અને હોજપાઇપ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. > અલ્કેશભાઇ જોષી, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ નગરપાલિકા બોટાદ

અન્ય સમાચારો પણ છે...