તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:બોટાદ પાલિકાની ટિકિટ ફાળવણીમાં વિવાદ વકર્યો, દલવાડી સમાજ નારાજ

બોટાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના યુવાન નેતાએ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું

બોટાદ ન.પા ચુંટણીની ટીકીટ ફાળવણીને લઇ પક્ષમાં અંદરો અંદર વિખવાદ વકરતા જિલ્લા સતવારા સમાજના યુવા નેતા અને વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા મહેશભાઇ રમેશભાઇ પરમાર ન.પા.ની ટીકીટ ફાળવણીમાં દલવાડી સમાજને 22000ના મતદાર સામે માત્ર 9 ટીકીટ મળી છે જ્યારે પટેલ સમાજના 8000ના મતદાર સામે 7 ટીકીટ મળતા દલવાડી સમાજ સાથે અન્યાય થતા મહેશભાઇ પરમારે તેમના ભાજપ પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપતા ખડભડાટ મચી ગયો છે.

રાણપુર તાલુકા કોંગ્રેસનું રાજીનામું
રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ઘણા ક્ષેત્રોના આગેવાન પ્રતાપસિંહ કનુભા ડોડિયાને જિલ્લા પંચાયતની ટિકિટ નહીં મળતા તેમણે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને મોકલી આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે પ્રતાપસિંહે જણાવ્યુ હતુ કે કાયમી માટે સક્રિય રહીને પક્ષમાં અને લોકોના કામ કરતો હોવા છતાં મારી કદર કરવામાં ન આવતા દુઃખ લાગ્યું છે.

બોટાદ પાલિકા વોર્ડ નં.2 માં વિવાદ
બોટાદ શહેર ભાજપ ઉપપ્રમુખ અતુલભાઇ પટેલે નગરપાલિકામાં વોર્ડ નં.2માં ટિકિટ માગી હતી. પરંતુ આ ટીકીટ તેમની જગ્યાએ તેમના પત્ની રોનકબેનને મળતા અતુલભાઇ પટેલ નારાજ થયા હતા. જ્યારે ભાજપ પક્ષે આ ન.પા. વોર્ડ નં.2 મા મહીલા ઉમેદવારની જગ્યાએ છેલ્લી ઘડીએ ઉમેદવારી બદલી 2 નંબરના વોર્ડ માટે ચંદનબેન મહેશભાઇ પટેલ અને વોર્ડ નં.9માં બાકી રહેલા મહિલા ઉમેદવારમા હંસાબેન રમેશભાઇ ચલાણીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો