બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે, અને અહીં દાદાના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે રહેવાની જગ્યા માટે આધુનિક યાંત્રિક ભવનનું તારીખ 3 ઓગષ્ટના રોજ ખાત મુહર્ત કરવામાં આવશે.
યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ખાતમુહૂર્ત
શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના 56 માં જન્મોત્સવ નિમિતેની ભવ્ય ઉજવણી સાથે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સદગુરુ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ખાતમુહૂર્ત આચાર્ય રાકેશપ્રસાદજી હસ્તે કરવામાં આવશે.
ભક્તોને રાત્રી રોકાણ કરવામાં અગવડતા ન પડે તે માટેનું આયોજન
સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીના આયોજન અને માર્ગદર્શન હેઠળ કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા આગામી દિવસોમાં ખાતમુહૂર્ત બાદ હાઈટેક 1000 રૂમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. દિવસેને દિવસે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોનો વધતો જતો ઘસારો અને તેના કારણે કોઈપણ ભક્તોને રાત્રી રોકાણ કરવામાં અગવડતા ન પડે તેને લઈ આ સંપૂર્ણ આયોજન કરવાનું શુભ મુહૂર્ત તારીખ 3 ઓગષ્ટના રોજ કરવામાં આવશે.
સૌ લોકોને ખાત મુહૂર્ત માં પધારવા આહવાન: શાસ્ત્રી સ્વામી
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે તારીખ 3 ઓગસ્ટના રોજ સવારે આચાર્ય મહારાજના હસ્તે હનુમાનજી દાદાની પૂજા આરતી બાદ સવારે 8 કલાકે હાઈટેક યાંત્રિક ભવનનું ખાતમુહૂર્ત આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે. જે શુભ પ્રસંગે સૌ ભક્તોને પધારવા શાસ્ત્રી સ્વામી દ્વારા પધારવા અનુરોધ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.