મુલાકાત:બરવાળા લઠ્ઠાકાંડના મૃતકોના પરીવારોની કોંગ્રેસની મુલાકાત

બોટાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજીદના મૃતક પરીવારને કોંગ્રેસના ધારાસભ્યોએ 1 મહીનાનો પગાર સહાય આપવાની જાહેરાત કરી

બરવાળા તાલુકામા થયેલ લઠ્ઠાકાંડમા રોજીદ ગામના 10 લોકોએ જીવ ગુમાવતા તેમના પરીવારને આશ્વાશન આપવા અને તેમના દુખમા ભાગીદાર થવા કોંગ્રેસના ધારાસભ્યો આ પરીવારના ઘરે આવી પહોચ્યા હતા.

રોજીદ ગામે લઠ્ઠાકાંડમા 10 લોકોના મોત થતા તેમના પરીવારને સહાનુભુતી આપવા કોંગ્રેસના ધારાસભ્યો લલીતભાઈ કગથરા ટંકારા, પ્રતાપભાઈ દુધાન ધારાસભ્ય રાજુલા, ઋત્વીકભાઈ મકવાણા ધારાસભ્ય ચોટીલા, રાજેશભાઈ ગોહીલ ધારાસભ્ય ધંધુકા અને રાજુભાઈ પરમાર ચેરમેન ભારત સરકાર અનુસુચિતજાતી રોજીદ ગામે ઉપસ્થિત રહી આ ગામના 10 લોકોના અવશાન થયા હતા તેમના પરીવારને મળી સાંત્વના આપી હતી અને ટંકારા ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલે આ બન્નેએ તેમનો એક પગાર આ ગામના મૃતક પરીવારને સહાયરૂપે આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...