મોંઘવારી મુદ્દે બંધનું એલાન:બોટાદમાં કોંગ્રેસના બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો, રાણપુર સજ્જડ બંધ રહ્યું

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કોંગ્રેસ દ્રારા મોંઘવારી મુદ્દે આપેલ બંધના એલાનને લઈ બોટાદ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. કોંગ્રેસ આગેવાનો દ્રારા વેપારીઓને હાથ જોડી શાંતિ પૂર્ણ બંધમાં જોડાવા અપીલ કરી. તો રાણપુર સજ્જડ બંધ રહ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા મોંઘવારી મુદ્દે સવારે 8 થી 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું આપવામાં આવ્યું હતું. એલાનને લઈ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગઈકાલે શહેરની મુખ્ય માર્કેટમાં વેપારીઓને અપીલ પણ કરવામાં આવી હતી. તેમ છતાં વેપારીઓ દ્રારા રેગ્યુલર સમય મુજબ પોતાના ધંધા રોજગાર શરૂ કરવા આવ્યા હતાં. ત્યારે બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ મેરની આગેવાનીમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનો દ્રારા શહેરની મુખ્ય બજારમાં વેપારીઓને હાથ જોડી શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે બંધ રાખવાની અપીલ કરતા વેપારીઓ દ્રારા સમર્થન આપી દુકાનો બંધ કરી હતી. ત્યારે જિલ્લાના રાણપુરની વાત કરીએ તો સજ્જડ બંધ રહ્યું હતું અને ગઢડા તેમજ બરવાળામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ત્યારે ક્યાંકને ક્યાંક બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જિલ્લામાં મળેલ હતો.

અન્ય સમાચારો પણ છે...