અનોખો વિરોધ:બોટાદમાં કોંગ્રેસ અને ખેડૂતોએ કેનાલમાં પાણીની માગણી સાથે કલેક્ટરને આવેદન

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ ખાલી કેનાલમાં બેસી વિરોધ કરી પાણીની માગ કરી હતી. - Divya Bhaskar
ખેડૂતોએ ખાલી કેનાલમાં બેસી વિરોધ કરી પાણીની માગ કરી હતી.
  • હાલમાં ખેડૂતોને વાવેતરનો ટાઈમ થઇ ગયો હોવાથી કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગ કરવામાં આવી, ખેડૂતોએ કેનાલમાં બેસી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો

બોટાદ જીલ્લામાંથી પસાર થતી બ્રાંચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે કોગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ અને ખેડૂતો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતો દ્વારા કલેકટર કચેરી બહાર પાણી આપોના નારા લગાવી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી.

હાલમાં ખેડૂતો દ્વારા ખેતીનું આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતોને પાણીની જરૂરીયાત છે ત્યારે બોટાદ જીલ્લામાંથી પસાર થતી બોટાદ બ્રાંચ કેનાલ, લીબડી બ્રાંચ કેનાલ અને વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે ધધુકા કોગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ, કોગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા બોટાદ કલેકટર બી.એસ.શાહને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું.

અને ખેડૂતો તેમજ કોગ્રેસના આગેવાનો દ્વારા કચેરી બહાર પાણી આપોના નારા લગાવ્યા હતા. કલેકટરને આવેદનપત્ર આપી વહેલી તકે ખેડૂતોને પાણી મળે તેવી માંગ કરવામાં આવી હતી. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલમાં ઘણાબધા ખેડૂતોએ આગોતરૂ વાવેતર કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...