કાયદેશરની કાર્યવાહી:બોટાદના વેપારી પાસેથી 12 લાખનું સોનું લઇ નાણાં ન આપતાં ફરિયાદ

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનીને રાજકોટના બેડીના ગ્રાહકે વિશ્વાસમાં લઇ 212 ગ્રામ 100 મિલી સોનું લઈ ગયા
  • 2 દિવસમાં પૈસા આપવાનું કહી લઇ ગયા બાદ ગ્રાહકે પૈસા ન આપ્યા

બોટાદ મેઈન બજાર ખાતે સમ્રાટ જવેલર્સની દુકાન ધરાવતા પ્રવીણભાઈ કેશુભાઈ મુંજપરાને રાજકોટનાં વેપારીએ વિશ્વાસમાં લઈ 212 ગ્રામ 100 મિલી સોનું લઈ બે દિવસમાં પૈસા આપવાનું કહી લઇ ગાયા બાદ ગ્રાહકે પૈસા ન આપી બોટાદનાં વેપારી સાથે રૂ. 12 લાખથી વધુની છેતરપિંડી કરતા પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં મેઈન બજારમાં સમ્રાટ જવેલર્સની ધરાવતા પ્રવિણભાઈ કેશુભાઈ મુંજપરાને તેમના મિત્ર દ્વારા રાજકોટ બેડી ખાતે રહેતા હેમંતભાઈ કાનગડ સાથે મિત્રતા થઇ હતી અને તેમના દ્વારા બીજા મિત્ર સોનીકામ કરતા વિશાલભાઈ ગોવિંદભાઈ કાનગડ સાથે મીત્રતા થઇ હતી તેમની સાથે બે મહિના દરમિયાન સાત થી આઠ વખત પ્રવીણભાઈ મુંજપરાએ ધંધાકીય અને નાણાકીય વ્યવહાર કર્યો હતો.

જેથી પ્રવીણભાઈ મુંજપરાને વિશાલભાઈ ઉપર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ દોઢ માસ પહેલા આ વિશાલભાઈએ બોટાદ ખાતે પ્રવીણભાઈ મુંજપરાને ફોન કરી જણાવ્યું હતું કે એક મોટો ઓર્ડર મળ્યો છે હું તમને દાગીનાની ડીઝાઈન વોટ્સઅપ કરું છું તમે સોનાના દાગીના તૈયાર રાખજો અને હું આઠ લાખ રૂપિયા લઈને બોટાદ આવીશ તેમ કહી વોટ્સઅપ દ્વારા દાગીનાની ડીઝાઈન મોકલી હતી.

તારીખ ૩/4/22નાં રોજ પ્રવીણભાઈએ ડીઝાઈન મુજબના દાગીના તૈયાર કરીને રાખ્યા હતા. ત્યારે વિશાલભાઈ આવીને હાર, બુટી, શેટ, ટીકો, કાનસર જેનો કુલ વજન 212 ગ્રામ અને 100 મિલી સોનું આ વિશાલભાઈએ પ્રવીણભાઈ પાસેથી ખરીદેલ જેનું પાકુ બિલ જી.એસ.ટી. સાથે કુલ રૂ.12,12,469 રૂપિયાનું બન્યું હતું ત્યારે વિશાલભાઈએ કહ્યું હતું કે આ બીલના ના રૂપિયા હું બે દિવસ બાદ ચૂકવી આપીશ તેમ કહેતા પ્રવીણભાઈ વિશ્વાસમાં આવી દાગીના આપી દીધા હતા ત્યારબાદ વારંવાર વિશાલભાઈ પાસે દાગીનાનાં પૈસાની ઉઘરાણી કરતા તેઓ વ્ય્વસ્થિત જવાબ આપતા ન હતા. જેથી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...