આંતરિક વિખવાદ:દેવ પક્ષના વિપુલભગત સામે દેવ પક્ષના ભરત ભગતે માર માર્યાની ફરિયાદ

ગઢડા(સ્વામીના)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઢડા મંદિરના સત્તાધારી દેવ પક્ષનો આંતરિક વિખવાદ બહાર આવ્યો
  • હરિભક્તો સાથે અસભ્ય વર્તન કર્યાની અને વર્તમાન ચેરમેન વિશે જેમ તેમ બોલ્યાની રાવ

ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિર માં દેવપક્ષની સત્તા બાદ થોડા થોડા દિવસે કાંઈને કાંઈ બાબતના વિવાદ શરૂ જ રહેવા પામેલ છે. આ બાબતે દેવપક્ષના જ કોઠારી સ્વામીના શિષ્ય વિરુદ્ધ દેવ પક્ષના જ એક પાર્ષદે માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાવતા દેવપક્ષનો આંતરીક વિખવાદ સપાટી ઉપર આવતા આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચવા પામી છે.

આ બાબતે વધારે જાણવા મળતી વિગત અનુસાર દેવ પક્ષના વર્તમાન કોઠારીનો કાર્યભાર સંભાળી રહેલા એક સાધુના શિષ્ય પાર્ષદ વિપુલભગત સામે દેવ પક્ષના ભરત ભગતે ધોરણસરની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજરોજ સવારના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં હું મંદિરે સેવાનું કામ કરતો હતો ત્યારે વિપુલભગત ગુરૂ લક્ષ્મીનારાયણદાસજી (રહે . ભાવનગર) લોખંડ બજાર મંદિર વાળા દર્શન કરવા આવેલા અને હરી ભક્તો સાથે અસભ્ય વર્તન કરતા હતા. તેમજ મંદિર વિષે તથા વર્તમાન ચેરમેન હરીજીવન સ્વામીના ગુરૂ ભાનુ સ્વામી વિષે જેમ ફાવે તેમ બોલતા હોય ત્યાંથી હું પણ મારું કામ પત્યા પછી ભાનુસ્વામી પાસે ગયો હતો.

આ બાબતે ભાનુ સ્વામીને આ વિપુલ ભગતે જે વર્તન કરેલા તે વિષે જાણ કરી હું મારી રૂમ પર જતો રહ્યો હતો. ત્યારબાદ હું બપોરના સમયે ભોજનાલય ખાતે સેવામાં હતો તે દરમ્યાન આશરે બપોરના એકાદ વાગ્યાના અરસામાં કોઠારની થાળ ભેટની બારી પાસે મને આ વિપુલ ભગતે બોલાવેલો અને કહ્યું હતું કે તેં મારા વિશે ભાનુ સ્વામીને કાન ભંભેરણી શું કામ કરી ? તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા.

આ દરમિયાન મેં ગાળો બોલવાની ના પાડતા આ વિપુલભગત એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને પેટના ભાગે ઢીકાપાટુનો મુંઢમાર મારવા લાગ્યા હતા. તે દરમ્યાન માધવ સ્વામી ત્યાં આવી જતા તેને મને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ વિપુલભગત ત્યાંથી ચાલવા લાગેલ અને મને કહેલ કે હવે કોઇ દિવસ મારી વાત કહીશ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...